પ્રશાંત ઢીવરે/સુરત: આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનેક ચાહકો છે જેઓ પોતપોતાની રીતે પોતાની લાગણી દર્શાવતા હોય છે પરંતુ સુરતમાં રહેતા સિદ્ધાર્થ દોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલી હદે પ્રભાવિત છે કે પોતાની કરોડો રૂપિયાની ગાડી ઉપર 'મેં ભી મોદી કા પરિવાર' સહિત અનેક સ્લોગન ડિઝાઇન કરાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટીદાર નેતા નરેશ પટેલ મામલે મોટો ખુલાસો: જાણો કોનુ કર્યું સમર્થન, ખોડલધામ થઈ એક્ટિવ


હાલ લોકસભાની ચૂંટણીને લઇ દેશભરમાં માહોલ જામ્યો છે. દરેક પાર્ટી પોતાની રીતે પ્રચાર પ્રસાર કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતમાં રહેતા તેમના એક ચાહક અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે તેઓએ પોતાની કરોડો રૂપિયાની ગાડી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીર તેમના સ્લોગન સાથોસાથ તેમની યોજનાઓ અંગે ખાસ ડિઝાઇન તૈયાર કરાવી છે. સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ પોતાની કાર પર ખાસ પ્રકારનો વ્રેપિંગ પ્રિન્ટિંગ લેમિનેશન કરાવ્યું છે. જે તિરંગા રંગમાં છે અને તેની ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છે. 


'ગલબાકાકાના પરિવારને ન્યાય આપવો હોય તો બહેનને બનાસડેરીના ચેરમેન બનાવી દો, અમારો ટેકો


લોકો જ્યારે ધ્યાનથી જોશે ત્યારે કાર ઉપર કરાયેલ ડિઝાઇનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે જેમાં ચંદ્રયાન, રામ મંદિર, ટ્રીપલ તલાક, કલમ 370, જી 20નું ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આમ તો સિદ્ધાર્થ કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પરંતુ જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત આવે ત્યારે તેઓ તેમની માટે કંઈક અલગ કરવા માંગે છે હાલ લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેઓએ આ ખાસ ડિઝાઇન કાર માટે તૈયાર કરાવી છે જેથી જ્યારે પણ તેઓ રસ્તા પરથી પસાર થાય ત્યારે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિઓ વાંચી શકે.


મુમતાઝ પટેલનું ફરી દર્દ છલકાયું! કહ્યું; 'કોંગ્રેસે ભરૂચ બેઠક પરથી લડવાની જરૂર હતી'


આ અંગે સિદ્ધાર્થ દોશી જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચાહક છું. તેઓએ દેશ માટે અનેક કામો કર્યા છે તેઓ મારી માટે પ્રેરણા ના સ્ત્રોત છે આજ કારણ છે કે મારી કારને આ ખાસ ડિઝાઇન આપીને તેમની દ્વારા કરવામાં આવેલા તમામ કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. હાલ આ ગાડી હું સુરતમાં ચલાવી રહ્યો છું જ્યારે અહીં ચૂંટણી પૂર્ણ થશે તો હું અન્ય રાજ્યોમાં પણ આ કાર લઈને જઈશ.