ગુજરાતમાં કોમી એકતાનાનું અનોખું ઉદાહરણ, એક જ મંડપ નીચે 71 હિન્દુ-મુસ્લિમ યુગલોના લગ્ન
નખત્રાણા (Nakhtrana) તાલુકાના મોટા અંગિયામાં ગ્રામપંચાયત દ્વારા સતત ત્રીજા વર્ષે યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન “પાનેતર ઉત્સવ’ એક જ મંડપ નીચે 71 હિન્દુ-મુસ્લિમ યુગલો લગ્ન (Marriage) ના પવિત્ર બંધને બંધાયા હતા. ગ્રામપંચાયતે કોમી એકતા માટે અનોખી મિશાલ ખડી કરી છે.
રાજેન્દ્ર ઠકકર, કચ્છ: નખત્રાણા (Nakhtrana) તાલુકાના મોટા અંગિયામાં ગ્રામપંચાયત દ્વારા સતત ત્રીજા વર્ષે યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન “પાનેતર ઉત્સવ’ એક જ મંડપ નીચે 71 હિન્દુ-મુસ્લિમ યુગલો લગ્ન (Marriage) ના પવિત્ર બંધને બંધાયા હતા. ગ્રામપંચાયતે કોમી એકતા માટે અનોખી મિશાલ ખડી કરી છે.
બે વર્ષ અગાઉ મોટા અંગિયામાં એક જ મંડપ નીચે હિન્દુ- મુસ્લિમ સમાજના સમૂહલગ્ન યોજવાની શરૂઆત કરાઇ હતી, જેમાં પ્રથમ વર્ષે 11 અને બીજા વર્ષે 10 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. ત્રીજા વર્ષે વિક્રમજનક કહી શકાય એવા 71 હિન્દુ-મુસ્લિમ યુગલો લગ્નના તાંતણે બંધાયા હતા.
બેજવાબદાર બન્યા નગરપતિઓ, સ્વાગતમાં નોટો ઉડાવી, કોરોનાની ગાઇડલાઇનના ઉડ્યા લીરેલીરા
હિન્દુ ધાર્મિક રીતરિવાજ મુજબ ગણેશ સ્થાપન, હસ્ત મેળાપ , માંડવા,ફેરા તેમજ મુસ્લિમ વિધિ મુજબ નિકાહ કરાવવામાં આવ્યા હતા. જયંતી મારાજે લગ્નવિધિ અને હસણ મૌલાનાએ નિકાહ સંપન્ન કરાવી હતી.
સાંસદ વિનોદ ચાવડા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વતી તેમના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. જિલ્લા, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો રાજકીય અને સામાજિક આગેવાનો, અધિકારીગણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પાનેતર ઉત્સવના મુખ્ય દાતા સ્વ.ગંગાબેન પરબત પારસિયા (નાના અંગિયા) હસ્તે હંસાબેન મહેન્દ્ર પારસિયા તરફથી રૂ.251000, મર્હુમ સાલેમામદ ઓસમાણ (તલાટી) પરિવાર-ઈકબાલ ઘાંચી સરપંચ મોટા અંગિયા તરફથી દરેક કન્યાને સોનાની વીંટી, જમણવારના દાતા રસિલાબેન લખમશી ચાવડા-સુખપર(રોહા), સહયોગી દાતા રાજેન્દ્રસિંહ બી.જાડેજા (રાજુભા), કચ્છ જિલ્લા સરપંચ સંગઠન પ્રમુખ સુરેશ જી.છાંગા તેમજ અન્ય દાતાઓએ દાનની સરવાણી વહેતી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube