અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે દર્દીઓને ખુબ જ સીમિત વિસ્તારમાં સારવાર આપવામાં આવે છે. તેમને બહાર નિકળવાની પરમીશન હોતી નથી. તેવામાં અંદરને અંદર સારવાર લઇ રહેલા દર્દીઓ પહેલાથી જ કોરોનાને કારણે ડિપ્રેશનમાં હોય છે સારવાર દરમિયાન તેઓ વધારે ડિપ્રેશનમાં સરી પડતા હોય છે. આ સારવારમાં માનસિકતા ખુબ જ મોટુ કામ કરતી હોવાથી દર્દીઓની મન: સ્થિતી સકારાત્મક રહે તે ખુબ જ જરૂરી છે. પરંતુ એક જ જગ્યાએ પુરાઇ રહેવાના કારણે તેમની મન:સ્થિતી ખુબ જ કથળી જતી હોય છે. જેથી તેમની મન સ્થિતી સુધારવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર LCBએ જ્યાં રેડ પાડી, ત્યાં પોલીસ કર્મચારીઓ જુગાર રમી રહ્યા હતા....

અર્પણ નાયક નામના એક સામાજિક કાર્યકર દ્વારા પોઝિટિવિટિ વધારતા વિવિધ પુસ્તકો દર્દીઓને વાંચવા માટેની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રયાસને ધીરે ધીરે લોક સહયોગ મળતો રહ્યો અને લોકોએ પુસ્તકો દાન આપવાનું શરૂ કર્યુ. દર્દીઓનો પણ ઘણો સારો રિસ્પોન્સ મળ્યો સાથે સાથે તેમની મન સ્થિતીમાં પણ સુધારો થતો જોવા મળ્યો હતો. 


બોટાદમાં ખૂટી પડ્યા ઓક્સિજન બેડ, દર્દીઓને ભાવનગર-અમદાવાદ ખસેડાયા

જેના પગલે આ પુસ્તકો ધીરે ધીરે અમદાવાદની અને અન્ય વિવિધ હોસ્પિટલો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું. આ માટે તેમની સાથે અન્ય લોકો પણ જોડાતા ગયા. અત્યાર સુધીમાં 4 હજાર જેટલા પુસ્તકો કોવિડ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા છે. જેમાં સુરત, ગાંધીનગર, વડોદરાની હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે. અર્પણ ભાઇએ લોકોને પુસ્તકો દાન આપવા માટે પણ અપીલ કરી છે. આ અભિયાનમાં ગુજરાત વિદ્યાપીઠ, માતૃભાષા અભિયાન, હરિદ્ધી ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની અનેક સંસ્થાઓએ પણ પુસ્તકો દાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube