અમદાવાદ : કોરોનાની મહામારીના કારણે લોકોની આર્થિક સ્થિતી કથળી ચુકી છે. તેવામાં લોકડાઉન ખુલવા છતા પણ ધંધા રોજગારનાં નામે કોઇ મોટી કમાણી થતી નથી. આ ઉપરાંત હાલ તમામ શાળા કોલેજો બંધ રાખવા માટેનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવેલો છે. જો કે શાળાઓ અને કોલેજોની ભુખ ભાંગતી જ નથી. કરોડો રૂપિયાની ફી વસુલતી શાળા અને કોલેજોએ એક પણ દિવસ ભણાવ્યું નહી હોવા છતા વિદ્યાર્થીઓ પર ફી ચુકવવા માટે દબાણ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

breaking : સરકારી ભરતી પ્રક્રિયાને લઇને સરકાર હરકતમાં આવી

GLS યુનિવર્સિટી આવી જ એક સંસ્થા છે જે વિદ્યાર્થીઓ પર સતત ફી માટે દણાબ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સંગઠનોને જાણ કરવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા જીએલએસ યુનિવર્સિટીની ફી ચુકવવા માટે આસપાસનાં લાગી ગલ્લા પર ભીખ માંગીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, એનએસયુઆઇ અનેક વખત આ પ્રકારે ફી મુદ્દે વિરોધ નોંધાવી ચુક્યું છે. 


GTUની પરીક્ષા માટે મોટા સમાચાર, ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા લેવાશે

સરકાર પણ આ મોટી-મોટી ખાનગી શાળા અને યુનિવર્સિટીઓ પાસે પંગુ સાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ પાસેથી ફીના નામે લૂંટ કરતી સંસ્થાઓ લોકડાઉન અને મંદી જેવી પરિસ્થિતીમાં પણ સમજવા માટે તૈયાર નથી. પોતાની ફી મુદ્દે તેઓ વિદ્યાર્થીઓ પર કોઇના કોઇ બહાના હેઠળ ફી ભરવા માટે મજબુર કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર