દિનેશ ચંદ્રવાડિયા/રાજકોટ: સમગ્ર દેશમાં હાલ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે. ત્યારે રાજ્યમાં ઠેરઠેર વિરોધ જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીની પણ મહિલાઓ મોંઘવારી મુદ્દે લાલઘૂમ થઈને ખાદ્ય પદાર્થના વધતા જતા ભાવો લઈને મહિલાઓનુ બજેટ ખોરવાઈ જતા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું માહિતી મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પ્રતિદિન વધતી જતી મોંઘવારીને કારણે અને ખાદ્ય પદાર્થ એટલે કે તેલના ભાવ આસમાને ચડી ગયા હોવાથી સામાન્ય અને મધ્યમ પરીવારજનો મોંઘવારીનો માર સહન કરી શકે તેમ ન હોવાથી ત્યારે ધોરાજીના લાલા લજપતરાય કોલોની વિસ્તારની મહિલાઓએ મોંઘવારી મુદ્દે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છ. જેમાં ખાદ્ય પદાર્થ એટલે કે ખાદ્ય તેલના ભાવોમા તોતીંગ ભાવ થઈ રહ્યો હોવાથી મધ્યમ વર્ગ, ગરીબ પરીવારજનોને પોતાનુ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું છે.



ધોરાજીની મહિલાઓએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરતા તેલના ખાલી ડબ્બાઓ માથે રાખીને રાસ ગરબા રમીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને મોંઘવારીને મુદ્દે ધોરાજીની મહિલાઓ લાલઘૂમ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. વિધવા બહેનોએ આવી મોંઘવારીમાં પોતાના પરીવારજનોનુ ઘર ગુજરાન કઈ રીતે ચલાવવુ એ પણ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. 


મોંઘવારીમાં હાલ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને બે વર્ષ અગાઉ કોરોનાએ ગરીબ પરીવાર, મધ્યમ પરીવારજનોના ધંધા રોજગાર બંધ થયા હોવાથી માંડ માંડ કોરોનાનો કાળ પત્યો ત્યાં મોંઘવારીથી ગરીબ પરીવારજન હેરાન પરેશાન થઈ ગયા છે, ત્યારે મહિલાઓ દ્વારા સરકાર તાત્કાલિક યોગ્ય પગલા લઈને મોંઘવારીને કાબુમા લેવા માટે અને દિન પ્રતિદિન ખાદ્ય પદાર્થ જેવા કે ખાવા માટેના તેલના ભાવો નિયંત્રણમાં લેવાના પ્રયત્ન સરકાર કરે તેવી માંગ સાથે ધોરાજીની મહિલાઓ તેલના ડબ્બાઓ માથે રાખીને મોંઘવારી મુદ્દે અનોખી રીતે રાસ ગરબા રમીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube