નિરાધાર બાળકોનો અનોખો આશરો, 300થી વધુ બાળકો માટે ખોલ્યા વિદેશના દ્વાર
કહેવાય છે કે તરછોડવાવાળા કરતા સાચવવાવાળો મોટો હોય છે કંઇક આવી જ એક સંસ્થા છે રાજકોટની કાઠિયાવાડ બાલાશ્રમ કે જે તરછોડાયેલા અનાથ બાળકોને નવી ઓળખ આપે છે.
રક્ષિત પંડ્યા, રાજકોટ: કહેવાય છે કે તરછોડવાવાળા કરતા સાચવવાવાળો મોટો હોય છે કંઇક આવી જ એક સંસ્થા છે રાજકોટની કાઠિયાવાડ બાલાશ્રમ કે જે તરછોડાયેલા અનાથ બાળકોને નવી ઓળખ આપે છે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 700 બાળકોને દત્તક આપ્યા જેમાંથી 350 બાળકો વિદેશમાં ગયા છે,રાજકોટ પોલીસની દિકરી અંબાને પણ વિદેશ મોકલવાનું આયોજન થઇ રહ્યુ છે.
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા કાઠિયાવાડ બાલાશ્રમ. આ આશ્રમ નિરાધાર અને તરછોડાયેલા બાળકો માટે આર્શિવાદરૂપ છે. છેલ્લા 112 વર્ષથી આ સંસ્થા ચાલે છે,જેમાં દર વર્ષે 15 જેટલા બાળકોને દત્તક આપવામાં આવે છે. તરછોડાયેલા નિરાધાર બાળકોને કાઠિયાવાડ બાલાશ્રમમાં રાખવામાં આવે છે. જેમાં પોલીસને મળેલા બાળકો,બાલાશ્રમની બહાર રહેલા ઘોડિયામાં આવેલા બાળકોનું સંસ્થા પાલન પોષણ કરે છે અને તેનો ઉછેર કરે છે, જો કે કોરોનાના કપરાકાળની આ બાલાશ્રમને પણ અસર પહોંચી છે,હાલમાં દાનમાં 25 ટકાનો ઘટાડો થયો છે સાથે સાથે દત્તક લેનાર પરિવારની સંખ્યા પણ અડધી થઇ ગઇ છે.અત્યાર સુધીમાં આ સંસ્થાએ 700 જેટલા બાળકોને દત્તક આપ્યા છે જેમાંથી 350 જેટલા બાળકો વિદેશમાં છે.
પોલીસ પુત્રી અંબા જશે વિદેશ
સામાન્ય રીતે કોઇપણ બાળકને દત્તક લેવા માટે તેના નામ અને મેડિકલ રિપોર્ટ સાથેની સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સીસ એજન્સી નામની વેબસાઇટમાં વિગત રાખવામાં આવે છે જેમાં 3 લાખથી 40 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ ભરતા લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને તેના નંબરને આધારે ખરાઇ કર્યા બાદ તેને બાળક આપવામાં આવે છે અત્યાર સુધી નોર્મલ બાળકોને વિદેશ મોકલવામાં આવતા હતા જો કે હવે નવી ગાઇડલાઇન પ્રમાણે સ્પેશ્પલ નીડ એટલે કે બિમાર અને જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોને વિદેશ મોકલામાં આવે છે જેના કારણે ઠેબચડાં ગામ નજીકથી શ્વાને બચકાં ભરેલી હાલતમાં મળેલી પોલીસપુત્રી અંબાને પણ વિદેશમાં મોકલાશે.જે અંગેનું આયોજન થઇ રહ્યુ છે.
મોરબીના હરભરજી મહારાજે સ્થાપના કરેલી આ સંસ્થા આજે વિદેશમાં પોતાનો ડંકો વગાડી રહી છે,અહીં ગુજરાત અને તેની બહારના રાજ્યોમાં 7 જેટલા બાળકોને દત્તક આપવામાં આવ્યા છે.આ સંસ્થાએ મારવા કે તરછોડવાવાળા કરતા બચાવવાવાળો મોટો હોય છે તે યુક્તિને સાબિત કરી બતાવી છે..
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નવા વર્ષની અનોખી ઉજવણી કરી હતી. ગઈકાલે પોલીસ કમિશનરે કાઠિયાવાડ બાલાશ્રમ ખાતે અનાથ બાળકો સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી જ્યાં ઠેબચડા ગામ નજીક તરછોડાયેલ હાલતમાં મળી આવેલ બાળકી અંબા સાથે પોલીસ કમિશનર અને તેમના પત્નિએ સમય વિતાવ્યો હતો. પોલીસ કમિશનરે અંબા ની સાથે અન્ય 50 બાળકો ને મીઠાઇ અને ભેટ આપી અનાથ બાળકો સાથે ભોજન કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube