અમદાવાદમાં અનોખો લગ્ન પસંદગી મેળો, સંતાનોએ પોતાના માતા પિતા માટે શોધ્યું યોગ્ય પાત્ર
સામાન્ય રીતે યુવક-યુવતીઓ માટે લગ્નના પસંદગી મેળા યોજાતા હોય આવું તો આપણે બધી જગ્યાએ સાંભળતા રહીએ છીએ. પરંતુ મોરબીમાં આજરોજ પાનખરમાં પણ વસંત ખીલેએ પ્રકારના પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાત સાંભળીને જ પણ ચોકી જવાની જરૂર નથી, કારણકે પચાસ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા પુરુષો તેમજ મહિલાઓ કે જેમને ઘડપણમાં સહારાની જરૂર હોય તેના લગ્ન થાય અથવા તો જે લોકોના લગ્ન તુટી ગયા હોય કે પછી જીવનસાથી અવસાન પામ્યા હોય. તે નવી ઇનિંગ શરૂ કરે તે માટે આજરોજ મોરબીની અંદર અમદાવાદની અનુબંધ સંસ્થા દ્વારા લગ્ન પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈથી લઈને કચ્છ સુધીના પુરુષ અને મહિલાઓએ ભાગ લીધો હતો.
અમદાવાદ : સામાન્ય રીતે યુવક-યુવતીઓ માટે લગ્નના પસંદગી મેળા યોજાતા હોય આવું તો આપણે બધી જગ્યાએ સાંભળતા રહીએ છીએ. પરંતુ મોરબીમાં આજરોજ પાનખરમાં પણ વસંત ખીલેએ પ્રકારના પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાત સાંભળીને જ પણ ચોકી જવાની જરૂર નથી, કારણકે પચાસ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા પુરુષો તેમજ મહિલાઓ કે જેમને ઘડપણમાં સહારાની જરૂર હોય તેના લગ્ન થાય અથવા તો જે લોકોના લગ્ન તુટી ગયા હોય કે પછી જીવનસાથી અવસાન પામ્યા હોય. તે નવી ઇનિંગ શરૂ કરે તે માટે આજરોજ મોરબીની અંદર અમદાવાદની અનુબંધ સંસ્થા દ્વારા લગ્ન પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુંબઈથી લઈને કચ્છ સુધીના પુરુષ અને મહિલાઓએ ભાગ લીધો હતો.
નવરાત્રીનું આયોજન રદ્દ રહેતા ગોધરાના અનેક મુસ્લિમ પરિવારોમાં શોકનો માહોલ
ગુજરાતમાં અમદાવાદ ખાતે કાર્યરત અનુબંધ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વિધવા, વિધુર, ત્યકતા તેમજ જે લોકોના મોટી ઉંમરે લગ્ન ન થયા હોય આવા પુરુષ અને મહિલાઓ ના લગ્ન થાય અને તેઓ પણ પોતાના જીવનની ફરીથી નવી ઇનિંગ શરૂ કરી શકે તે માટે થઈને છેલ્લા ઘણા વર્ષોથી કામ કરવામાં આવે છે. આ મોટી ઉંમરના લોકો માટે લગ્ન પસંદગી મેળાનું આયોજન કરવામાં આવે છે. મોરબી ખાતે આજરોજ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ૬૧માં લગ્ન પસંદગી મેળાનું આયોજન અનુબંધ ફાઉન્ડેશમ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ક્યારેય ન જોયું હોય અને ક્યારેય સાંભળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મોટી ઉંમરના પુરુષો અને મહિલાઓ પોતાના જીવનસાથીની પસંદગી માટે મુંબઈથી લઈને કચ્છ સુધીના વિસ્તારમાંથી આવ્યા હતા અને ઉમેદવારો પાસેથી આ સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારનો ચાર્જલેવામાં આવતો નથી. જો કે, અહી આવેલા દરેક ઉમેદવારે પોતાની પસંદગીના પાત્ર શોધવા માટે થઈને અહીંયા ઉમેદવારી નોંધાવી તેવુ ખુદ ઉમેદવારોએ કહ્યુ હતું.
સામાન્ય માણસો તો ઠીક પરંતુ નેતાઓ અને અધિકારીઓ સાયબર ક્રાઇમનો ભોગ બન્યા, પોલીસ ઘોરનિંદ્રામાં
સામાન્ય રીતે વન-પ્રવેશ એટલે કે ૫૦ થી ઉપર ૫૧ વર્ષની ઉંમરે થાય છે, ત્યારબાદ લોકો નિવૃત્તિ તરફ આગળ વધતાં હોય છે. પોતાની જે કાંઈ સાંસારિક જવાબદારીઓ હોય તેમાંથી મુક્ત થવાનું ઇચ્છતા હોય છે પરંતુ જે લોકો પોતાના એકલવાયા જીવનથી કંટાળી ગયા હોય છે. તેઓ જવાબદારી સ્વીકારીને પોતાની સાથે જે કોઈ જીવનસાથી તરીકે ચાલવા માટે તૈયાર થાય તેમના સાથે જો કોઈ બાળક હોય તેની જવાબદારી અને જે તે વ્યક્તિની જવાબદારી સ્વીકારીને આગળ વધતા હોય છે. ત્યારે આ સંસ્થા આવા બંને પાત્રોને એક કરવા માટે થઈને કડીરૂપ કામ કરી રહી છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં અનેક યુગલો કે જે આજે સારા પાત્રની શોધ હતી તેનો માધ્યમ બને છે.
સુરત : લક્ઝુરિયસ કારે બે યુવકોને 100 ફૂટ ફંગોળ્યા, જોતજોતામાં યુવકોના પ્રાણપખેરુ ઉડી ગયા
સામાન્ય રીતે દરેક યુવક-યુવતીની ઈચ્છા યુવાન અવસ્થાની અંદર જ લગ્ન કરવાની ઈચ્છા હોય છે પરંતુ જે-તે સમયે યુવક-યુવતિ પોતાના પસંદગીના પાત્રને પસંદ કરવામાં ક્યાંક થાપ ખાઈ જાય છે. અથવા તો પોતાના મનની અંદર જે મૂર્તિ હોય છે. તે મુજબનું પાત્ર ન મળે ત્યાં સુધી લગ્ન ન કરવા આવું વિચારીને સમય પસાર કરતા હોય છે અને ત્યારબાદ એક સમય એવો આવી જાય છે કે તેને પોતાની પસંદગીનું પાત્ર ન મળે અને તેના કારણે તેમને એકલવાયુ જીવન જીવવુ પડે છે. પરંતુ આવા યુવક-યુવતીઓ છે કે જેના લગ્ન નથી થયા અથવા તો નાની ઉંમરમાં વિધુર કે વિધવા થયા હોય તો તે લોકો માટે આ અનુબંધ સંસ્થા આશાના કિરણ સમાન છે. આ સંસ્થાના માધ્યમથી ઘણા લોકોના જીવનમાં પાનખરના સમયે પણ વસંત ખીલી છે તે હક્કિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube