ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું: આ જિલ્લામાં બે દિવસ શાળાઓ બંધ, કેશોદમાં 6 ઈંચ, જામનગરમાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ
Gujarat Monsoon 2023: ગીર-સોમનાથના સૂત્રાપાડા, જૂનાગઢના કેશોદ, રાજકોટના ધોરાજી સહિતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. નદીઓમાં પૂર આવ્યાં છે અને કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જામનગર અને દ્વારકા પણ આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.
Gujarat Monsoon 2023: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાત માટે હજી પણ ભારેથી અતિ ભારે વરસાદનો ખતરો ટળ્યો નથી અને આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભાર વરસાદ પડે તેવી શક્યતા છે.
Iskon Accident: 9 જિંદગીઓ હણનાર અબજોપતિ નબીરાના પિતા પ્રજ્ઞેશ પટેલ સહિત 6ની અટકાયત
રાજકોટ શહેરમાં સવારના 10 વાગ્યાથી ધીમીધારે વરસાદ પડી રહ્યો હતો. ત્યારે બપોરના એક થી બે વાગ્યા દરમ્યાન શહેરના જુદા જુદા વિસ્તારમાં 1.67 ઇંચ કેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે માત્ર પોણા બે ઇંચ જેટલા વરસાદમાં શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. રાજકોટ શહેરની કલેકટર કચેરી પાસે પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. રાજકોટ કલેકટર કચેરી પાસે આવેલી જીટી શેઠ હોસ્પિટલ ખાતે પાણી ભરાતા દર્દીઓને તેમજ તેમના પરિજનોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા.
કાર ચાલક નશામાં હતો? અકસ્માતમાં મોત જેનાથી હાથવેંત છેટુ હતુ તેણે કર્યા મોટા ખુલાસા
તો બીજી તરફ રાજકોટ શહેરના અયોધ્યા ચોક, રામાપીર ચોકડી, મવડી ચોકડી તેમજ યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે જાગનાથ પ્લોટ વિસ્તારમાં આવેલા પ્લે હાઉસ ની અંદર પણ પાણી ઘૂસી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. અત્યારે આજરોજ પડેલા વરસાદના કારણે રાજકોટ શહેરમાં ચાલુ સિઝનનો 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે.
આ નિવેદન સાંભળી તમારું લોહી ઉકળી જશે, નફ્ફટાઈથી વકીલે કહ્યું; લોકોની ભૂલ હતી...'
ગીર-સોમનાથના સૂત્રાપાડા, જૂનાગઢના કેશોદ, રાજકોટના ધોરાજી સહિતના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. નદીઓમાં પૂર આવ્યાં છે અને કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જામનગર અને દ્વારકા પણ આજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. જામનગરમાં 4 કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ પડતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે.
ઇસ્કોન બ્રિજની પનોતી બેઠી! 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના થોડા જ અંતરે ચાર ગાડીઓ અથડાઈ
જામનગરમાં આભ ફાટ્યું
જામનગરના કાલાવાડમાં આભ ફાટ્યું છે. કાલાવાડના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જામનગરના મુળીલા, બાલંભડી, નપાણીયા, ખીજડિયા ગામોમાં ભારે વરસાદ વરસાદ વરસી રહ્યો છે. મુળીલા ગામે 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે કાલાવડથી મુળીલા અને મુળીલાથી નપાણીયા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
અકસ્માત અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું આરોપી બાપ-બેટાને કાયદાનું ભાન કરાવીશુ
જૂનાગઢની શાળાઓમાં 2 દિવસની રજા
જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને DPEOએ પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, શાળાના આચાર્ય અને શિક્ષક સહિતના સ્ટાફે શાળામાં હાજર રહેવું પડશે. સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદના કારણે VNSGUની તમામ કોલેજોની બે દિવસની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જૂનાગઢ ઉપરાંત સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
મિથુન, સિંહ સહિત આ રાશિના લોકોનું ચમકી ગયું નસીબ, ચારેબાજુથી થશે પૈસાનો વરસાદ!
કોડીનારમાં ધોધમાર વરસાદ
ગીર સોમનાથના કોડીનારમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો છે. આજે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે જિલ્લાના ડેમ અને નદી નાળા છલકાયા છે. દરિયા કાંઠાના ગામોમાં પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે ગામડાના રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી છે.
Video Viral: જુઓ અકસ્માત બાદ માલેતુજાર બાપના નબીરાને લોકોએ મારીમારીને ભૂત બનાવી દીધો
દ્વારકામાં ધોધમાર વરસાદ
દ્વારકા પંથકમાં જામ્યો વરસાદી માહોલ જામ્યો છે. દ્વારકાના ભોગાત ગામે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભોગાત ગામની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે.