કાર ચાલક નશામાં હતો? સ્પીડ કેટલી હતી? અકસ્માતમાં મોત જેનાથી હાથવેંત છેટુ હતુ તેણે કર્યા મોટા ખુલાસા

Ahmedabad Car Accident: આ ઘટનામાં મોત જેનાથી બસ હાથવેંત છેટું હતું તે શખ્સે આખી ઘટનાનો આખો દેખો અને પોતે કઈ રીતે બચ્યો તેનો ચિતાર ઝી24કલાક સામે રજૂ કર્યો.

કાર ચાલક નશામાં હતો? સ્પીડ કેટલી હતી? અકસ્માતમાં મોત જેનાથી હાથવેંત છેટુ હતુ તેણે કર્યા મોટા ખુલાસા

Ahmedabad Car Accident/અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવ પર મોતની વણઝાર સર્જાઈ. બુધવારની મોડી રાતે શાંત દેખાતા આ રસ્તા પર એકાએક ચીચીયારીઓ થવા લાગી. અંધારપટમાં મોતનો માતમ છવાઈ ગયો. પુરપાટ ઝડપે આવતી જગુગાર લેડ રેવર 9 લોકો પર ફરી વળી. એક સાથે સ્થળ પર 6 લોકોના મોત થયા. જ્યારે આ ઘટનામાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયેલાં અન્ય 3 લોકોએ પણ દમ તોડી દીધો. આમ આ ઘટનામાં ફરજ પર હાજર બે પોલીસ કર્મી એક હોમ ગાર્ડ જવાન અને અન્ય 6 યુવાનો સહિત કુલ 9 લોકોના મોત નિપજ્યાં છે. આ ઘટનામાં મોત જેનાથી બસ હાથવેંત છેટું હતું તે શખ્સે આખી ઘટનાનો આખો દેખો અને પોતે કઈ રીતે બચ્યો તેનો ચિતાર ઝી24કલાક સામે રજૂ કર્યો.

અકસ્માતનો ભોગ બાનનાર યુવક સાથે એક્સક્લુસિવ વાતચીત:

----

 

આ ઘટના બાદ આરોપીના વકીલે શું કહ્યું?
આરોપી કાર ચાલક તથ્ય પટેલના વકીલ નિસર્ગભાઈએ જણાવ્યુંકે, કાયદાકીય રીતે જે થશે તે બધુ કરવા અમે તૈયાર છીએ. પરિવાર જે કહેશે એના માટે અમારી તૈયારી છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 20, 2023

અકસ્માતનો લાઈવ વીડિયોઃ
અકસ્માત એટલો ખતરનાક હતો કે, તેનો વીડિયો જોનારા પણ ડરી જાય. તો તમે વિચાર કરો કે જે લોકો આ અકસ્માતનો ભોગ બન્યા હશે તેની શું હાલત થઈ હશે? તે સમયે જે વ્યક્તિઓ ત્યાં હાજર હશે તે શું વિચારતા હશે? એટલું જ નહીં આ ઘટનામાં મોત જેનાથી હાથવેંત છેટું હતું તેવા એક યુવાને પણ ઝી મીડિયા સાથે ખાસ વાતચીત કરીને પોતાની આપવીતી વર્તવી છે.
 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 20, 2023

 

પહેલાં અકસ્માતમાં મદદ માટે ઉભો રહ્યો ત્યાં મારા પર ગાડી ફરી વળીઃ
અલ્તમલ કુરૈશી નામનો યુવક ઠારનો અતસ્માત થયો ત્યારે રસ્તા પર ત્યાં મદદ કરવા માટે ઉતર્યા હતાં. તેણે જણાવ્યુંકે, પબ્લિક ત્યાં ફોટા પડાવી રહી હતી. એટલાં પાછળથી ગાડી આવી અને બધાને ઉડાવીને લઈ ગઈ. એકસો 170થી ઉપરની સ્પીડ હોઈ શકે છે. કાર ચાલક પીધેલી હાલતમાં હોય એવું લાગી રહ્યું હતું. હું માત્ર પાછળ જોવા ગયો એટલાં માં જ મને પાછળથી ગાડીવાળાએ ઉડાવી દીધો. મારા એક મિત્રની હાલત પણ ખુબ ગંભીર છે. તે હાલ અસારવા હોસ્પિટલમાં દાખલ છે. ગાડી ફુલ સ્પીડમાં આવી હતી. 9 લોકો ત્યાં જગ્યા પર જ મૃત્યુ પામ્યાં હતાં.

કઈ કલમો હેઠળ ફરિયાદ નોંધાઈઃ

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news