ઝી બ્યુરો/દ્વારકા: હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ગત રાત્રે ગાજવીજ સાથે શરૂ થયેલ ધોધમાર વરસાદ હાલ પણ સમગ્ર દ્વારકા જિલ્લાને તરબૂડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ગત રાત્રે કલ્યાણપુર પંથક 2 કલાકમાં 6 ઇંચ વરસાદ સાથે હાલ સુધી 14 ઇંચ જેટલો પડ્યો છે. ખંભાળિયા પંથકમાં 7 ઇંચ, દ્વારકા અને ભાણવડ પંથકમાં 5થી 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે


કલ્યાણપુર પંથકના રાવલ ગામમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ  જોવા મળી હતી. તો ભાટિયા - ભોગાત, લીંમડી - દ્વારકા, કલ્યાણપુર-હર્ષદ, પાનેલી-હરીપર વચ્ચેના માર્ગ પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો બીજી તરફ ખંભાળિયા તાલુકામાં આવેલ સિંહણ ડેમ ઓવરફ્લો થયો હતો તો સલાયા અને ખંભાળિયા ગામમાં નીચાણ વારા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં, તો સલાયા-બારાને જોડતો માર્ગ બંધ થયો હતો, 


ચાંદીપુરા શું ગુજરાતમાં કોરોના જેવા દહા'ડા દેખાડશે? રાજકોટમાં 5ના મોત, 5 શંકાસ્પદ


ભાણવડ પંથકમાં વરસાદના પગલે સતસાગર ડેમ ઓવર ફલો થયો જેના પગલે ફ્લકુ નદી માં પુર આવતા ભાણવડની બજારોમાં પુર જેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા. બીજી ભાટિયાની બજારમાં પણ નદી સમાન પાણી જોવા મળ્યા હતા, તો જિલ્લાના મોટા ભાગના ખેતરોમાં પાણી ભરાયાં હતાં. જેનાથી પાક માં નુકશાની ભીતિ સેવાય રહી હતી.


ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકાઈ, ભૂપેન્દ્ર 'દાદા'નો મોટો નિર્ણય


તો બીજી તરફ જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા દ્વારા લોકો ને નીચાણ વારા વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવા આહવાન કરાયું હતું. તો ડેમ કે અન્ય જોખમી સ્થળે પાણીના પ્રવાહની નજીકના જવા અપીલ કરી હતી.