Gujarat માં શ્રીકાર વર્ષા: 123 તાલુકામાં 1થી 3 ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલના પગલે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગુજરાતના 123 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઇ હતી. રાજ્યના 18 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ થયો હતો. ગીરસોમનાથના સુત્રાપાડામાં સવા 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં 2 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો હતો. ઉમરગામ અને વેરાવળમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. વીસાવદર અને ચોર્યાસીમાં પોણા 2 ઇંચ વરસાદ પડ્યો હતા. માળીયા, ક્વાંટ, રાણાવાવમાં સવા ઇંચવ રસાદ નોંધાયો હતો. રાણપુર, હાંસોર, વલસાડ, કલ્યાણપુરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંકલેશ્વર, કોડીનાર, પોરબંદરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
ગાંધીનગર : આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું. સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલના પગલે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગુજરાતના 123 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઇ હતી. રાજ્યના 18 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ થયો હતો. ગીરસોમનાથના સુત્રાપાડામાં સવા 2 ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં 2 ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો હતો. ઉમરગામ અને વેરાવળમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. વીસાવદર અને ચોર્યાસીમાં પોણા 2 ઇંચ વરસાદ પડ્યો હતા. માળીયા, ક્વાંટ, રાણાવાવમાં સવા ઇંચવ રસાદ નોંધાયો હતો. રાણપુર, હાંસોર, વલસાડ, કલ્યાણપુરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંકલેશ્વર, કોડીનાર, પોરબંદરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. ઉત્તરગુજરાત, દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મેઘસવારી આવી પહોંચી હતી. સૌરાષ્ટ્રભરમાં વહેલી સવારથી જ અષાઢી માહોલ જામ્યો હતો. બીજના પાવન પર્વે રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરીને મૂહૂર્ત સાચવી લીધું હતું. વિરપુરમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. સવારથી અસહ્ય ગરમી અને બફારાને કાણે લોકો અકળાયેલા હતા ત્યારે ધોધમાર વરસાદ તુટી પડતાં લોકોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
GUJARAT CORONA UPDATE: નવા 32 કેસ, 262 સાજા થયા, 23 જિલ્લામાં એક પણ કેસ નહી
મધ્યગુજરાતમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ રહી હતી. વડોદરામાં સમગ્ર દિવસના ઉકળાટ બાદ સાંજે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. શહેરમાં સાંજે શરૂ થયેલો વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા. વરસાદના પગલે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. તો ખેડૂતોએ વરસાદ આવતા તેમની પાકને પુનજીવન મળતા ખુશી વ્યક્ત કરી હતી. વરસાદ કડાકા ભડાકા સાથે વરસી પડ્યો હતો. જો કે વરસાદ બાદ શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
વર્ષો સુધી સામ સામે લડ્યા, હવે સાથે છીએ, નરહરિ અમીન લડાયક નેતા છે: અમિત શાહ
ઉત્તર ગુજરાતનાં પણ તમામ જિલ્લા અને તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. મહેસાણા, પાટણ, સાબરકાંઠા બનાસકાંઠા સહિતનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. અસહ્ય બફારા બાદ વરસાદ પડતા નાગરિકોમાં પણ ખુશી જોવા મળી હતી. નાગરિકો વરસાદમાં ન્હાવા માટે નિકળી ગયા હતા. લોકો રસ્તા પર ટુ વ્હીલર લઇને નિકળી પડ્યાં હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube