ઊંઝાના ધારાસભ્ય આશાબેનની હાલત ગંભીર, હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર...
મહેસાણા જિલ્લાના ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ (Ashaben Patel) હાલ ગંભીર હાલતમાં છે. ડેન્ગ્યુ (Dengue) થયા બાદ તેમનુ લીવર ડેમેજ થયુ હતું. જેના બાદ તેમની હાલત નાજુક બની છે. હાલ તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બે દિવસ પહેલા તેમને ગંભીર સ્થિતિમાં સારવાર માટે અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. હાલ તેઓ લાઈફ સ્પોર્ટ સિસ્ટમ પર સારવાર હેઠળ છે. ધારાસભ્ય આશાબેન પટેલના ખબર અંતર પૂછવા સીએમ ભૂપેન્દ્ર પટેલ ઝાયડ્સ હોસ્પિટલ (zydus hospital) પહોંચ્યા હતા. તો મંત્રી બ્રિજેશ મેરજા પણ તેમના હાલચાલ જાણવા પહોંચ્યા હતા.
ઝી મીડિયા/બ્યૂરો :મહેસાણા જિલ્લાના ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ (Ashaben Patel) હાલ ગંભીર હાલતમાં છે. ડેન્ગ્યુ (Dengue) થયા બાદ તેમનુ લીવર ડેમેજ થયુ હતું. જેના બાદ તેમની હાલત નાજુક બની છે. હાલ તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બે દિવસ પહેલા તેમને ગંભીર સ્થિતિમાં સારવાર માટે અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. હાલ તેઓ લાઈફ સ્પોર્ટ સિસ્ટમ પર સારવાર હેઠળ છે. ધારાસભ્ય આશાબેન પટેલના ખબર અંતર પૂછવા સીએમ ભૂપેન્દ્ર પટેલ ઝાયડ્સ હોસ્પિટલ (zydus hospital) પહોંચ્યા હતા. તો મંત્રી બ્રિજેશ મેરજા પણ તેમના હાલચાલ જાણવા પહોંચ્યા હતા.
ડેન્ગ્યુ બાદ લીવર ડેમેજ થયું
તાજેતરમાં આશાબેન દિલ્હી ગયા હતા. જ્યાંથી પરત ફર્યા બાદ તેમને તાવ આવ્યો હતો. રિપોર્ટમાં તેમને ડેન્ગ્યુનુ નિદાન થયુ હતું. તેમને ઊંઝાની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ બાદમાં તબિયત વધુ લથડતા શુક્રવારે અમદાવાદની ઝાયડ હોસ્પિટલમાં શિફ્ટ કારયા હતા.
આ પણ વાંચો : ગીર જંગલની એવોર્ડ વિનિંગ તસવીર, ખાટલા પર એકસાથે 4 સિંહ બાળ આરામ ફરમાવતા જોવા મળ્યાં
ઝાયડ્સ હોસ્પિટલના એમડી ડોક્ટર વિઠ્ઠલભાઇ શાહે આશાબેન પટેલના હેલ્થ અપડેટ વિશે જણાવ્યુ કે, ડેન્ગ્યુના કારણે તેમનુ લીવર ડેમેજ થયુ હતું. જેથી હાલત બગડતા હાલ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. આશાબેન પટેલના મોટાભાગના અંગો ફેલ થયા છે. જેમાં રીકવરની શક્યતાઓ ઓછી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે મંત્રી બ્રિજેશ મેરજા પણ ઝાયડ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. બ્રિજેશ મેરજાએ હોસ્પિટલથી બહાર આવીને જણાવ્યુ હતું કે, આશાબેન હાલ બેભાન અવસ્થામાં છે. નિષ્ણાત ડોક્ટરોની ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. એમના પરિવારના સભ્ય તરીકે મળવા આવ્યો હતો. જલ્દી સ્વસ્થ થાય એ માટે ભગવાનને પ્રાર્થના કરી છે.