ગીર જંગલની એવોર્ડ વિનિંગ તસવીર, ખાટલા પર એકસાથે 4 સિંહ બાળ આરામ ફરમાવતા જોવા મળ્યાં

ખેતરમાં ખાટલા ઉપર આરામ ફરમાવતા 4 સિંહના બચ્ચાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ...

કેતન બગડા/અમરેલી :ગીરના જંગલ (gir forest) માંથી અત્યાર સુધી ક્યારેય ન જોવા મળ્યુ હોય તેવુ દ્રશ્ય જોવા મળ્યુ છે. સિંહ પરિવાર (lion family) ની તો અઢળક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. પરંતુ ખાટલા પર આરામ ફરમાવતા સિંહ બાળના બચ્ચાની આ તસવીર જંગલમાંથી જોવા મળેલો સૌથી અદભૂત નજારો છે. એકસાથે ચાર સિંહ બાળ ખેતરમાં પાથરેલા ખાટલા પર આરામ કરતા જોવા મળે તેવુ પહેલીવાર જોવા મળ્યું છે. સિંહ બાળ પણ આકર્ષક અંદાજમાં પોઝ આપતા હોય તેવુ લાગી રહ્યું છે. રાતના અંધારામાં ક્લિક થયેલી આ તસવીર વાઈલ્ડલાઈફ (wildlife) ની એવોર્ડ વિનિંગ તસવીર કહી શકાય. 
 

1/3
image

2/3
image

3/3
image