મહેસાણા: ઊંઝા કોંગ્રેસના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસ પાર્ટી સામે નારાજગી અને આંતરિક વિખવાદને કારણે ધારાસભ્ય ડો. આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે. જેને લઇને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો છે. તો આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સુરત: ફાયર સેફ્ટી ન લગાડનાર સામે લાલ આંખ, ફાયર વિભાગે કર્યો શો રૂમ સીલ


[[{"fid":"201628","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ અંગે મળતી માહીત અનુસાર, પાર્ટીમાં સતત અવગણના કરવામાં આવતી હોવાથી તેઓ પાર્ટીથી નારાજ હતા. તો આ સાથે જ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ક્રિર્તી સિંહ ઝાલા સાથે ખટરાગ પણ હતો. આગામી સમયમાં AMPCની અને લોકસભા ચૂંટણીને નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે ડો. આશાબેન પટેલે તેમની સ્વેચ્છાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.


વધુમાં વાંચો: રાજ્યમાં સૌથી વધુ ઠંડી આ શહેરમાં, હવામાન વિભાગે આપી કોલ્ડવેવની આગાહી


[[{"fid":"201629","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


તો આ અગાઉ, કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાની વાતને કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ ખંડન કર્યું હતું અને કહ્યું હતું કે, ડો. આશાબેન પટેલ પાર્ટી છોડીને ક્યાંય જવાના નથી. તેઓ રાજીનામું પણ આપવાના નથી. આ સિવાય સી.જે.ચાવડાએ મોટો વિસ્ફોટ કરતા જણાવ્યું કે, અમારા સંપર્કમાં પણ ભાજપના કેટલાક ધારાસભ્યો છે. જોકે રાજીનામાની વાતથી ડેમેજ કંટ્રોલ માટે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય સી.જે. ચાવડા આશાબેન પટેલના એમ.એલ.એ ક્વાર્ટર સ્થિત નિવાસસ્થાને દોડી ગયા હતા. કોંગ્રેસ દ્વારા આશાબેન પટેલનો સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. જોકે આશાબેન પટેલનો ફોન સ્વિચ ઓફ કરીને બેઠા હોવાથી કોંગ્રેસ સંપર્ક કરી શકતી નથી.


ઉલ્લેખનીય છે કે, ઊંઝા એપીએમસીની આગામી એપ્રિમલ માસમાં ચૂંટણી યોજનારા છે. જેથી બંને પાર્ટીઓ હાલ ચૂંટણીને લઇ સતર્ક થઇ ગયા છે. મહત્વનું એ છે કે 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આશાબેનને ટિકિટ આપી હતી. તેઓ ભાજપના નારાયણભાઇ પટેલને હરાવી ધારસભ્ય બન્યા હતા.


 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...