સુરત: ફાયર સેફ્ટી ન લગાડનાર સામે લાલ આંખ, ફાયર વિભાગે કર્યો શો રૂમ સીલ

સુરત વેસુમાં સર્જાયેલી આગ દુર્ઘટના બાદ ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી છે. ફાયર વિભાગ દ્વારા વિવિધ ટ્યૂશન ક્લાસીસ, શો-રૂમ, મોલ અને કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે તપાસ હાથ ધરી હતી.

સુરત: ફાયર સેફ્ટી ન લગાડનાર સામે લાલ આંખ, ફાયર વિભાગે કર્યો શો રૂમ સીલ

ચેતન પટેલ, સુરત: સુરત વેસુ આગ દુર્ઘટના બાદ ફાયરની ટીમ હરકતમાં આવી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ફાયર સેફ્ટીના સાધનો અંગે નોટી આપવા છતાં પાલન નહીં કરનાર વિજય સેલ્સના શો રૂમને આજે વહેલી સવારે સીલ મારી દેવામાં આવ્યું હતું.

સુરત વેસુમાં સર્જાયેલી આગ દુર્ઘટના બાદ ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી છે. ફાયર વિભાગ દ્વારા વિવિધ ટ્યૂશન ક્લાસીસ, શો-રૂમ, મોલ અને કોમર્શિયલ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો અંગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેટલાક સ્થળે ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. જેથી ફાયર વિભાગ દ્વારા તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

નોટિસ ફટકારવા છતાં ફાયરના સાધનો નહીં લગાડનારઓ સામે ફાયર વિભાગે લાલ આંખ કરી હતી. આજે વહેલી સવારે પીપલોદ સ્થિત વિજય સેલ્સ શો રૂમને સીલ મારી નોટિસ ફટકારવામાં આવી હતી. શો રૂમ સીલ કરતાની સાથે જ માલિક પણ દોડતો થયો હતો. ઉલ્લેખનીય છે કે આગામી 5 દિવસમાં ફાયર વિભાગ દ્વારા 15થી વધૂ ટ્યૂશન ક્લાસિસો સીલ મારવામાં આવ્યા, હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news