Unjha Lakshachandi Mahayagya: માઈક પર એનાઉન્સમેન્ટ થઈ, અને ડીશો ધોવા પહોંચી ગઈ અસંખ્ય દર્શનાર્થી મહિલાઓ
18 ડિસેમ્બરથી શરૂ થયેલા પાટીદારોના મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) માં ત્રીજા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો. અને હજી પણ ધસારો સતત વધી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ઠેકઠેકાણે વસતા પાટીદારો (Patidar) ઉંઝા પહોંચી રહ્યા છે. અહીં ભોજન, દર્શનથી લઈને તમામ ઝીણામાં ઝીણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે અહીં આવનારા ભક્તો પણ મા ઉમિયા (Maa Unmiya) ની સેવામાં જોડાઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે ત્રીજા દિવસે એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ભોજનમાં ડીશો ધોનારાઓની સંખ્યા ઓછી હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થી બહેનો ડીશ ધોવા પહોંચી ગઈ હતી. જે બતાવે છે કે, લોકો પણ સ્વેચ્છાએ પોતાની સેવા આપી રહ્યાં છે.
અમદાવાદ :18 ડિસેમ્બરથી શરૂ થયેલા પાટીદારોના મા ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞ (Unjha Lakshachandi Mahayagya) માં ત્રીજા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો. અને હજી પણ ધસારો સતત વધી રહ્યો છે. મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતના ઠેકઠેકાણે વસતા પાટીદારો (Patidar) ઉંઝા પહોંચી રહ્યા છે. અહીં ભોજન, દર્શનથી લઈને તમામ ઝીણામાં ઝીણી બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ત્યારે અહીં આવનારા ભક્તો પણ મા ઉમિયા (Maa Unmiya) ની સેવામાં જોડાઈને પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે ત્રીજા દિવસે એક ખાસ નજારો જોવા મળ્યો હતો. ભોજનમાં ડીશો ધોનારાઓની સંખ્યા ઓછી હોવાથી મોટી સંખ્યામાં દર્શનાર્થી બહેનો ડીશ ધોવા પહોંચી ગઈ હતી. જે બતાવે છે કે, લોકો પણ સ્વેચ્છાએ પોતાની સેવા આપી રહ્યાં છે.
પિકનિકમાં મોકલતા પહેલા સો વાર વિચારજો, નહિ તો આવી રીતે દીકરો ગુમાવવાનો વારો આવશે
વાસણ ધોનારાઓની સંખ્યા ઘટી હતી
ઉમિયાધામમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તો પ્રસાદી લઈ રહ્યાં છે. અહીથી કોઈ ભક્ત ભૂખ્યો ન જાય તે માટે કમિટી દ્વારા મેગા કિચન બનાવાયું છે. જેમાં વિવિધ પ્રસાદી બનાવવામાં આવી રહી છે. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ ભોજનરૂપી પ્રસાદ લે છે. ત્યારે ત્રીજા દિવસે સવારથી જ ભક્તોનો પ્રવાહ હતો. આવામાં અન્નપૂર્ણા વિભાગ દ્વારા એક એનાઉન્સમેન્ટ થઈ હતી કે, ભોજન પ્રસાદ લીધા બાદ લાખો ડીશ ધોવા માટે સ્વંયસેવિકાઓની સંખ્યા ઓછી છે. એક તરફ, મંડપમાં ડીશો ખૂટી રહી હતી, ને બીજી તરફ ડીશ ધોનારા ઓછા હતા. આવામાં ધામમાં આવેલી બહેનો મદદે પહોંચી હતી. મહિલાઓએ જાતે ડીશો ધોઈ ઉમિયાના અવસરમાં સહભાગી બની હતી.
‘હું સાજો-નવરો છું...’ મોતના સમાચાર પર ભીખુદાન ગઢવીએ કરી સ્પષ્ટતા
પગરખા સાચવવા પણ સ્વંયસેવકોની ટીમ
ઉમિયા ધામમાં આવતા શ્રદ્ધાળુઓની સલામતીની સાથે તેમની વસ્તુઓની સલામતીનું પણ ખાસ ધ્યાન રાખવામા આવ્યું છે. જેમ કે, શ્રદ્ધાળુઓના પગરખા સાચવવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. પગરખા કેન્દ્રમાં મોટી સંખ્યામાં સ્વંય સેવકો સેવા આપી રહ્યાં છે. તો સાથે જ શ્રદ્ધાળુઓની મહત્વની વસ્તુઓ સાચવવા માટે લોકરની વ્યવસ્થા પણ ઉમિયા નગરીમાં કરાઈ છે. અત્યાર સુધી 1 હજાર જેટલા ભક્તોએ લોકરનો લાભ લીધો હતો.
સ્વંયસેવકોની વાત કરીએ તો, અહીં અનેક સ્વંયસેવકો સ્વૈચ્છાએ સેવા આપી રહ્યાં છે. કોઈ પગરખા કેન્દ્રમાં છે, તો કોઈ અન્નાપૂર્ણા વિભાગમાં, કોઈ યજ્ઞની કામગીરી ભજવી રહ્યું છે, તો કોઈ વિવિધ ડોમની બહાર ફરજી બજાવી રહ્યું છે. મા ઉમિયાના કાર્યમાં સહભાગી થઈને તેઓ પોતાને ધન્ય અનુભવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....