તેજસ દવે/મહેસાણા :મહેસાણા જિલ્લાના ઊંઝા (Unjha) લક્ષચંડી હવનમાં પાટીદારો (Patidar Samaj) પોતાનો પાવર બતાવવા જઈ રહ્યાં છે. આગામી તારીખ 18 થી 22 તારીખના રોજ આ અવસરમાં ગુજરાતભરમાંથી પાટીદારો ઊંઝા પહોંચશે. લક્ષચંડીના 5 દિવસના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ખર્ચ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવનાર છે. જેમાં પાટીદાર સમાજ જ્ઞાનની સરવાણી વહેડાવશે. અંદાજિત 50 લાખથી વધુ લોકો આ અવસરમાં હાજર રહેવાના હોવાથી રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આ લક્ષચંડી માટે જુદા જુદા કામ માટે આપતા આ અવસરમાં વધુ ચાર ચાંદ લાગ્યા છે. તો બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 ડિસેમ્બરના રોજ ઉંઝા ઉમિયા માતાજી (Umiya Maa) ના કાર્યક્રમમાં હાજરી આપશે તેવુ જાણવા મળ્યું છે. તેઓ સાંજે 5 કલાકે કાર્યક્રમમાં હાજરી આપશે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Exclusive : જે પરવાનગીનો સહારો લઈને DPSએ કૌભાંડ આચર્યું, તે DPEO પરમિશનનો પત્ર મળ્યો


પાલનપુરમાં ઉમિયા રથનું ભવ્ય સ્વાગત કરાયું
ઉમિયા રથ આજે પાલનપુર આવી પહોચતા પાટીદાર સમાજ દ્વારા માતાજીના રથનું સામૈયું કરાયું હતું. ઉમિયા માતાજીનો રથ આવતા પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. માતાજીના રથના આગમન સમયે મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 


મોડાસા : 200 વિઘામાં વાવેલા બટાકા જમીનમાં જ કહોવાઈ ગયા, ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા


પાટીદાર સમાજ અનામત આંદોલન બાદ ફરીવાર જાણે ઊંઝામાં હાજર રહેવાનો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું છે. કડવા પાટીદાર સમાજના કુળદેવીમાં મા ઉમિયાને રીઝવવા અને સમાજ ભક્તિ સાથે જ્ઞાનની શીખ મેળવે તે માટે અંદાજિત 150 કરોડના ખર્ચે લક્ષચંડી હવનમાં કરવામાં આવનાર છે. એક તરફ લક્ષચંડીનો હોમ થશે, જેમાં 108 કુંડમાં હોમ કરવામાં આવશે. સાથે તે યજ્ઞ શાળાની પાસે 1100 હોમ કરાશે. જેમાં પાટીદાર સમાજ સિવાય અન્ય જ્ઞાતિઓ પણ સામેલ થઈ શકશે. આ ઉપરાંત વિવિધ ડોમ બનાવાયા છે. જેમાં જોબ ફેર, સમાજ ઉપયોગી કાર્યો, વેપાર-ઉદ્યોગ અને તેને લગતા પ્રદર્શન સહિત બાળકોના મનોરંજન માટે વિવિધ રાઈડ્સ પણ યોજાશે તેવું ઔદ્યોગિક વેપાર પ્રદર્શનના ચેરમેન નિલેશ પટેલે જણાવ્યું. 


Success Story : એક કાંકરે બે પક્ષી મારવાની ટ્રીક અપનાવીને ગુજરાતના આ ખેડૂત બની ગયા માલામાલ


કડવા પાટીદાર સમાજના લક્ષચંડી હવનમાં 10 લાખ લોકો એક સાથે એક જ પંગતમાં જમી શકે તેવી વ્યવસ્થા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. લક્ષચંડી યજ્ઞમાં બપોરે 10 લાખથી પણ વધારે દર્શનાર્થીઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. 18માં શતાબ્દી રજત જયંતી મહોત્સવમાં 100 કારોબારી સભ્યો, 3 હજાર સ્વયં સેવકો અને 250 રાજપુરોહિતો આ સમગ્ર ભોજનશાળાની જવાબદારી ખાસ સંભાળશે. જેમાં ઉમિયા નગર ખાતે 4 વિઘામાં 50થી અધિક દેશી ચુલા તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પાટીદારો યજ્ઞ શાળાના દર્શન કરીને સીધા ભોજન શાળા સુધી આવશે. જમવા માટે કુલ 7 બ્લોક બનાવવામાં આવ્યા છે. દરેક બ્લોકમાં 3500 થી 4000 દર્શનાર્થીઓ એકસાથે ભોજન કરશે.


મા ઉમિયાના આ અવસરમાં 10 લાખથી વધુ પાટીદારોને ઘર દીઠ નિમંત્રણ આપવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં વસતા પાટીદારો ઉંઝા ખાતે લક્ષચંડી હવનમાં આવશે. ભોજન ઉપરાંત તેઓ માટે રહેવાની વ્યવસ્થા પણ કરાઈ છે. મા ઉમિયાના ભક્તો માટે શુદ્ધ ઘીમાંથી બનેલા લાડુ પિરસવામાં આવશે. એક જ તપેલામાં 15 હજાર માણસોની રસોઇ બની શકે એટલા વિશાળ તપેલા અને ચુલાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ ભોજન પકાવવા માટે 12 હજાર મણ લાકડુ વાપરવામાં આવશે. 5 દિવસનું જમણવાર અલગ અલગ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....