મહેસાણા: કડવા પાટીદારોની કુળદેવી ઉમિયાધામ ઊંઝામાં નવરાત્રિનો તહેવાર રંગેચગે પુરો થયો છે. ત્યારે ઉમિયાધામ ઊંઝા ખાતે આજે દશેરાએ માતાજીની મુખ્ય ધજા બદલવામાં આવી છે. દશેરા નિમિતે આજરોજ ધજા બદલવામાં આવી છે. વર્ષમાં માત્ર બે જ વખત માતાજીની ધજા બદલવાની પરંપરા છે. ત્યારે વર્ષોથી ઊંઝામાં આ પરંપરા ચાલી આવી છે. આજે ઉમિયાધામ ખાતે ઢોલ નગારા સાથે મંદિરના મુખ્ય શિખર સહિત વિવિધ ધજાઓ બદલવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, મહેસાણાના ઊંઝાના ઉમિયાધામમાં એક દશેરાના દિવસે અને બીજી વસંત પંચમીને દિવસે ધજા બદલવામાં આવે છે. એવામાં વહેલી સવારે શાસ્ત્રોકવિધી સાથે અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરીને દશેરા નિમિતે ધજા બદલવામાં આવી છે. આ તકે 11 બંદુકોના ધડાકા સાથે તેમજ ઝાલર અને શંખના નાદ સાથે મંદીર પરિસર ગુંજી ઉઠ્યુ હતું.



વર્ષમાં માત્ર બે જ વખત બદલવામાં આવે છે ધજા 
એવું કહેવાય છે કે, વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ ઊંઝામાં જળવાઇ હતી. ઉમિયાધામ ખાતે ઢોલ નગારા સાથે મંદિરના મુખ્ય શિખર સહિત વિવિધ ધજાઓ બદલવામાં આવી હતી. આ તકે મોટી સંખ્યામાં માઈભક્તો હાજર રહ્યા હતા. આ દરમિયાન સમગ્ર વાતાવરણ અત્યંત ભક્તિમય બન્યું હતું.