અમદાવાદના હાઈફાઈ એરિયામાં મહાકાય ભુવો પડ્યો, જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની હાલત સૌથી ખરાબ

Ahmedabad Rain : ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના પાપે અમદાવાદના શેલામાં ભૂવો પડવાનાં દ્રશ્યો કેમેરામાં થયાં કેદ, અમદાવાદના સાયન્સ સિટી, બોપલ અને ગોતામાં ખાબક્યો 7 ઈંચ વરસાદ,,, સરખેજમાં 6 ઈંચ વરસાદ પડ્યો,,,  અનેક સોસાયટીઓ પાણીમાં થઈ ગરકાવ
 

અમદાવાદના હાઈફાઈ એરિયામાં મહાકાય ભુવો પડ્યો, જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની હાલત સૌથી ખરાબ

Gujarat Weather Forecast : અમદાવાદ શહેરમાં બારે મેઘ ખાંગા થતાં જળબંબાકાર થયુ છે. બોપલ, સાયન્સ સિટી, ગોતામાં 7-7 ઈંચ વરસાદ વરસ્યો છે. તો સરખેજ વિસ્તારમાં 6 ઈંચ વરસાદ થતાં પાણી પાણી થયું છે. તો નરોડા વિસ્તારમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જોધપુર અને ચાંદલોડિયામાં 4-4 ઈંચ વરસા નોંધાયો છે. ચાંદખેડા વિસ્તારમાં સાડા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બોડકદેવ અને ઉસ્માનપુરામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદથી અમદાવાદના શેલામાં વિશાળ ભૂવો પડ્યો છે. શેલામાં ભૂવો પડવાના LIVE દ્રશ્યો સામે આવ્યા છે. સ્કાય સિટી ચાર રસ્તા પાસે ૩૦ ફૂટ કરતા પણ વધારે પહોળો ભુવો જોઈ ભલભલા ચક્કર ખાઈ જાય. ડ્રેનેજ લાઇન કામ ચાલી રહ્યું હતું એ જ સમયે ભુવો પડ્યો છે. સ્થાનિકોએ ભૂવા પાસે બેરીકેટ કરી રસ્તો બંધ કર્યો છે. 

તો બીજી તરફ, ઓર્ચિડ સ્કાય એક્ઝીટ ગેટ પાસેનો રસ્તો પણ બેસી ગયો છે. ઔડા દ્વારા ગટર લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. ગત ચોમાસા બાદ જ્યાં ખોદકામ થયું હતું એવી જગ્યાએ જમીન બેસી જવાની શક્યતા દર્શાવી હતી. શેલામાં પડેલા ભૂવાએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી ખાડામાં ગઈ તેનો પુરાવો છે. આ ઘટના તંત્ર સામે અનેક સવાલો પેદા કરે છે. તંત્રના અધિકારીઓને આ ભુવો કેમ નથી દેખાતો.

  • ક્યાં ગઈ તંત્રની પ્રીમોન્સૂન કામગીરી? 
  • આ ભૂવામાં કોઈ ખાબકશે તો કોણ આપશે જવાબ? 
  • ટેક્સના પૈસા લો છો , તો સુવિધા કેમ નથી આપતી?
  • આ તે કેવો રસ્તો કે થોડો વધુ વરસાદ આવતા જ ધસી ગયો?

તંત્ર, કાં તો ટેક્સ લેવાનું બંધ કરો, અથવા તો તમે જવાબદારી લેવાનું શરૂ કરી દો. જે અધિકારીની આ વિસ્તારમાં પ્રીમોન્સૂન કામગીરીની જવાબદારી હતી તેની શાસકો અને તંત્ર પાસેથી જવાબ માંગો. શું હવે લોકોએ જીવના જોખમે બહાર નિકળવાનું છે? શુ અમદાવાદ રસ્તા પર નિકળતા લોકોને જીવનું જોખમ છે? શું અમદાવાદના લોકો હવે માત્ર ઘરમાં જ સલામત છે?

તો બીજી તરફ, રીંગ રોડ બહાર વિકસી રહેલા અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. શેલા અને ક્લબ ઓ સેવન રોડ પાણીમાં ગરકાવ થયો છે. સમત્વ બંગ્લોઝનો મુખ્ય ગેટ પાણીમાં તરબોળ બન્યો છે. કરોડોના બંગ્લોઝમાં રહેતા લોકો કેમ બહાર નીકળતા હશે તે મોટો સવાલ છે. રીંગ રોડથી ક્લબ ઓ સેવન સુધીનો સમગ્ર રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે. 

શહેરની સ્થિતિને લઇ વિપક્ષી નેતા શહેજાદ ખાને સિંધુભવન વિસ્તારની મુલાકાત લઈને તંત્ર પર સવાલો કર્યા છે. શહેઝાદ ખાન પઠાણે મનપાના અધિકારી અને ભાજપની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા. તેમણે કહ્યું કે, મનપાએ 110 જગ્યાએ પાણી ભરાશે નહી તેવા દાવા કર્યા પણ ખોટા સાબિત થયાં છે. જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ ભરે છે ત્યાંના જ લોકોની હાલત બદતર બની છે. 

સવારના ૬ થી સાંજના ૫ દરમ્યાન અમદાવાદમાં શહેરમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. પણ વિસ્તાર મુજબ 1.5 થી લઇ ૬ ઇંચ સુધી પણ વરસાદ નોંધાયો છે. ઠેરઠેર ભરાયેલા પાણીને પગલે ભાજપ અને એએમસીના અધિકારી પર શહેરના વિપક્ષ નેતાએ સવાલો કર્યા છે. જે વિસ્તાર સૌથી વધુ ટેક્સ આપે છે તેની સૌથી ખરાબ હાલત છે. 110 સ્થાનો પર  મનપાના પાણી ન ભરાવાના દાવાનો સદંતર ખોટા સાબિત થયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news