તેજસ દવે/ મહેસાણા: સમગ્ર વિશ્વભરમાં વસતા કડવા પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયા માતાજી મંદિર ઊંઝાને પ્રવાસન ધામમાં વિકાસ કરવાનું રાજ્ય સરકારે તાજેતરમાં નક્કી કર્યું છે. યાત્રાધામ વિકાસ બોર્ડ અને રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂ.8.63 કરોડની યોજના સરકારે તૈયાર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓની સુરક્ષા હવે તેમના મોબાઇલમાં, 181 અભયમ એપ્લિકેશન લોન્ચ


આ મંદિર નજીક 3 માળનું વિશાળ અદ્યતન યાત્રિક ભવન તૈયાર કરાશે. જેનું ખાતમુહૂર્ત 11 ઓગસ્ટને શનિવારે સવારે 10 વાગે મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાશે. જે અંગેનો વર્ક ઓર્ડર પણ અપાઇ ગયો છે. આ કામ એક વર્ષમાં પૂર્ણ કરાશે તેવું તંત્રનું માનવું છે.


મોદી સરકાર તમને આપશે મફત લેપટોપ અને સાઇકલ, બનાવટી લીંક થઇ વાયરલ


માં ઉમિયાએ કડવા પાટીદાર સમાજની કુળદેવી અને તેની આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. અને તે આસ્થાના વિકાસ માટે રાજ્ય સરકાર આગળ આવી છે. માં ઉમિયા ધામમાં સુવિધામાં વધારો કરવા પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ દ્વારા સરકારમાં અથાગ પ્રયાસો કરાયા હતા. જેને ધ્યાને લઇ સરકારે યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા રૂ.8.63 કરોડની યોજના મંજૂર કરી છે. જે મુજબ ઉમિયા માતાજીના મંદિરથી 300 મીટર દૂર દાસજ રોડ ઉપર ત્રણ માળનું અદ્યતન બિલ્ડીંગ તૈયાર કરાશે.


મગફળીકાંડમાં પાપ છાપરે ચઢીને પોકાર્યું, ઓડિયો ક્લિપ વાયરલ થતાં ખળભળાટ

જેમાં 276 યાત્રાળુઓ માટે જનરલ કિચન સાથે ડાઈનિંગ હોલ, પુરુષો માટે 52 બેડના અને મહિલાઓ માટે 56 બેડના ડોરમેટરી રૂમો તૈયાર કરાશે. પ્રથમ મંજિલ માં 1351.42 સ્ક્વેર મીટર એરિયામાં એકસાથે 276 યાત્રિકો બેસી શકે તેવા ડાયનિંગ હોલ સાથે જનરલ કીચન, ટ્રસ્ટ ઓફિસ, પથ્થરના બે કલાત્મક પ્રવેશદ્વાર, વિશાળ પાર્કિંગ, લીફ્ટ, ગાર્ડન પ્લે એરિયા, પીવાના પાણીની વ્યવસ્થા, વોટર ટેન્ક, વીજળીરૂમ, ટોયલેટ બ્લોક જેવી સુવિધા હશે.


હાર્દિક પટેલ અનામત આંદોલન બંધ કરવા તૈયાર છે પણ જો...


બીજા માળમાં 767.74 સ્ક્વેર મીટરમાં 16 બેડના જેન્ટ્સ ડોરમેટરી અને 18 બેડનાં લેડીઝ ડોરમેટરી રૂમ, સિટીંગ એરિયા, ઓપન ટેરેસ, મલ્ટીપર્પઝ રૂમ અને પીવાના પાણીની સુવિધા કરાશે. ત્રીજા માળે 767.74 સ્ક્વેર મીટરમાં 16 બેડના જેન્ટસ ડોરમેટરી અટેચ ટોઇલેટ, 18 બેડના લેડીઝ ડોરમેટરી અટેચ ટોયલેટ બ્લોક, સિટીંગ એરિયા, ઓપન ટેરેસ, મલ્ટીપર્પઝ રૂમ અને પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. ચોથા માળે 490.79 સ્ક્વેર મીટરમાં 20 બેડના જેન્ટસ ડોરમેટરી અટેચ ટોયલેટ બ્લોક, 20 બેડના લેડીઝ ડોરમેટરી અટેચ ટોયલેટ બ્લોક, સિટીંગ એરિયા, ઓપન ટેરેસ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરાશે.


ગુજરાતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો