અમદાવાદ: રવિ દવે નામના વ્યક્તિએ ગણેશ પ્લાઝાનાં આઠમા માળેથી કુદી કર્યો આપઘાત
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પ્લાઝાનાં આઠમાં માળેથી કુદીને એક અજાણ્યા વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આ વ્યક્તિએ આઠમા માળેથી કુદીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે તત્કાલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ રવિ દવે હોવાનું સામે આવ્યું છે. તે સચિન ટાવરમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે.
અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પ્લાઝાનાં આઠમાં માળેથી કુદીને એક અજાણ્યા વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આ વ્યક્તિએ આઠમા માળેથી કુદીને આપઘાત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે તત્કાલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ રવિ દવે હોવાનું સામે આવ્યું છે. તે સચિન ટાવરમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે.
સુરતમાં હિટ&રન: શ્રમજીવી પરિવારનાં એક બાળકનું મોત, ચાલક ઘટના સ્થળેથી ફરાર
વ્યક્તિએ પોતાની સુસાઇડ નોટ પણ ઘરે મુકેલી હતી. બે દિવસ પહેલા જ અચાનક રવિ દવે ગુમ થઇ ગયા હતા. જો કે હજી સુધી આત્મહત્યા અંગેનું કારણ સ્પષ્ટ થઇ શક્યું નથી. તેનાં પરિવાર દ્વારા છેલ્લા બે દિવસથી શોધખોળ કરવામાં આવી રહી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. મૃતકનો પુત્ર અમેરિકામાં રહેતો હોવાનું પણ સામે આવ્યું છે. જો કે હજી સુધી આત્મહત્યા અંગેનું કારણ જાણી શકાયું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube