સુરતમાં હિટ&રન: શ્રમજીવી પરિવારનાં એક બાળકનું મોત, ચાલક ઘટના સ્થળેથી ફરાર

શહેરના ભટાર વિસ્તારમાં ખાડી રોડ પર પૂરપાટ ઝડપે કાર ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેથી 2 વર્ષિય બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેનાથી મોટા 4 વર્ષના ભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કાર ચાલક કાર થોડે દૂર મૂકી ફરાર થઈ ગયો હતો. જેના પગલે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
સુરતમાં હિટ&રન: શ્રમજીવી પરિવારનાં એક બાળકનું મોત, ચાલક ઘટના સ્થળેથી ફરાર

ચેતન પટેલ/સુરત: શહેરના ભટાર વિસ્તારમાં ખાડી રોડ પર પૂરપાટ ઝડપે કાર ચાલકે બે બાળકોને અડફેટે લીધા હતા. જેથી 2 વર્ષિય બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે તેનાથી મોટા 4 વર્ષના ભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કાર ચાલક કાર થોડે દૂર મૂકી ફરાર થઈ ગયો હતો. જેના પગલે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગરમાં મૂળ દાહોદના ઝાલોદનો સંગાડા પરિવાર રહે છે. રમેશભાઈ સંગાડા અને પત્ની મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે ત્યારે ભટાર વિસ્તારમાં આઝાદનગરની પાછળ ખાડી રોડ પર છેલ્લા થોડા દિવસોથી પાલિકાના પીવાના પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં રમેશ અને તેની પત્ની મજૂરી કામ કરી રહ્યા છે. 

આજે તેઓ પોતાના બંને બાળકો 4 વર્ષિય સુનીલ અને 2 વર્ષિય જયદીપ સાથે મજૂરી કામે ગયા હતા. બંને બાળકો માટીના ઢગલા પર બેઠા હતા. દરમિયાન સ્વિફ્ટ ડિઝાયર જેનો નંબર GJ-05-CM-5304 કારના ચાલકે પૂરપાટ ચલાવી બંને બાળકોને અડફેટે લીધા હતા. ત્યારબાદ થોડે દૂર કાર મૂકી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાના થોડે દૂર જઈને કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. લોકોને જાણ થતા રોષે ભરાયેલા લોકોએ કારના કાચ તોડી નાખ્યા હતા. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. ખટોદરા પોલીસે કાર ચાલલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news