અમદાવાદ : પ્રખ્યાત ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરવામાં આવી છે. તેનાં નામનું ખોટુ ફેસબુક એકાઉન્ટ કોઇ વ્યક્તિ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જીગ્નેશે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદ અનુસાર ફેસબુકમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા તેનાં નામનું એકાઉન્ટ બનાવીને તેની તસ્વીરો મુકવામાં આવી હતી. આ ઉપરાંત આ વ્યક્તિ તેનાં ફેન્સ સાથે વાતચીત પણ કરતો હોવાનું સામે આવ્યું છે. તેના ચાહકોની સાથે પણ જીગ્નેશ કવિરાજ તરીકે વાતચીત કરતા હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ: મેનેજરે સગીરાને આટલી સુંદર છે આવ મારી પાસે તેમ કહી બાથમાં લઇ લીધી

આ ઉપરાંત આ વ્યક્તિ નવા સોંગ માટે સારી અભિનેત્રી જોઇએ છે.જેને મારી સાથે કામ કરવું હોય તો મને FB માં મેસેજ કરો અને પોતાની તસ્વીરો મોકલે તેવું લખ્યું હતું. ઉપરાંત કેટલીક યુવતીઓ સાથે વાતચીત કરી હોવાની શક્યતાઓ પણ છે. ભવિષ્યમાં તેનાં પર કોઇ છાંટા ન ઉડે તે માટે જીગ્નેશ બારોટે તકેદારીના ભાગરૂપે ફરિયાદ દાખલ કરાવી છે. ઓરીજનલ ફેસબુક એકાઉન્ટમાંથી તસ્વીરો લઇને નકલી ફેસબુકમાં મુકતો હતો. જે અંગે જીગ્નેશ કવિરાજ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. હાલ પોલીસે આ મુદ્દે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube