અલકેશ રાવ/બનાસકાંઠા: દિયોદર પોલીસ પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતીને પોતાની ખાનગી ગાડીમાં નિવેદન લખવવા શિહોરી લઈ જતી હતી, તે દરમિયાન મુલકપુર પાસે પોલીસની ખાનગી ગાડી ઉપર અજાણ્યાં શખ્સોએ હુમલો કરી બળજબરીથી યુવતીનું અપહરણ કરીને ફરાર થઇ જતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ રાજસ્થાનથી અપહરણકર્તાઓના ચૂંગલમાંથી અપહૃત યુવતીને છોડાવી 4 ઈસમોની અટકાયત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની ફરી એક ડરામણી આગાહી! નર્મદા ડેમ ઓવરફ્લો થશે અને સાબરમતીમાં પૂર આવશે!


દિયોદર પોલીસ પોતાની ખાનગી ગાડી લઈ દિયોદરના એક ગામના પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીને લઈ શિહોરી નિવેદન લખાવવા જઈ રહી હતી. તે દરમિયાન મુલકપૂર પાસે સફેદ કલરની ગાડીમાં સવાર અજાણ્યા શખ્સોએ પોલીસની ખાનગી ગાડી રોકી ધોકા લાકડી વડે ગાડીમાં તોડફોડ કરી અને પોલીસકર્મી પર હુમલો કરી ગાડીમાં સવાર પ્રેમલગ્ન કરનાર યુવતીનું બળજબરીથી અપહરણ કર્યું હતું અને ફરાર થઇ ગયા હતા.


અમદાવાદમાં અતિભારે વરસાદ! 7 અંડરપાસ બંધ; વાસણા બેરેજના 12 ગેટ ખોલાયા, નહીં તો...


જોકે સમગ્ર ઘટનાનો વિડિઓ વાઇરલ થતા હડકંપ મચી ગયો જેને લઈને બનાસકાંઠા પોલીસે ગુનાની ગંભીરતા જોઈને એલસીબી સહિત પોલીસની અલગ અલગ 6 જેટલી ટીમો બનાવી તપાસ આદરી હતી. જે બાદ પોલીસને બાતમી મળી હતી કે અપહરણકર્તાઓ યુવતીનું અપહરણ કરીને રાજસ્થાનના સિરોહી જિલ્લાના પિંડવાડામાં ફરી રહ્યા છે. 


Junagadh Rain: જૂનાગઢમાં ભયંકર પૂર! SP-કલેક્ટરની લોકોને અપીલ, ઘરમાં જ રહેજો, નહીં તો


જેના આધારે પોલીસે અપહરણકર્તાની ગાડીને પિંડવાડા પહોંચી ચારેબાજુથી કોડન કરીને અપૃહત યુવતીને અપહરણકર્તાઓની ચૂંગલમાંથી બચાવી લીધી હતી અને ભડથ ગામના મનુભા વાઘેલા અને ધનભા વાઘેલા તેમજ, મુડેઠા ગામના વિક્રમસિંહ રાઠોડ, અને પાલડી ગામના પ્રવિણ ઠાકોર નામના આરોપીઓની અટકાયત કરી કાંકરેજના થરા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી છે. 


વિદેશનું સપનું રોળાયું! ILTS ની એક્ઝામ આપવા આવેલા પિતા-પુત્ર તણાયા, કરૂણ દ્રશ્યો


આરોપીના નામ


  • (1) મનુભા ઉર્ફે મુસાભાઇ આઈદાનસિંહજાતે વાઘેલા (રહે. ભડથ તાલુકો ડીસા)

  • (2) વિક્રમસિંહ કુંવરસિંહ રાઠોડ. (રહે દુદાણી પાર્ટી મુડેઠા)

  • (3) ધનભા ઉર્ફે ભયલુ કપૂરસિંહ વાઘેલા. (રહે કુંભાણી પાટી ભડથ તાલુકો ડીસા)

  • (4) પ્રવીણભાઈ નાનજીભાઈ ઠાકોર (પાલડી તાલુકો ડીસા)