• અનલોક ગુજરાતમાં આજથી બગીચા, જીમ, બસ સેવાઓ શરૂ ફરીથી ધમધમતી થઈ જશે

  • રેસ્ટોરન્ટ અને હોટલ સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે


ઝી મીડિયા/બ્યૂરો :આજથી ગુજરાત અનલોક તરફ વધુ આગળ વધશે. સરકારે આપેલી છૂટછાટ મુજબ આજથી ગુજરાતમાં ધાર્મિક સ્થળો, બાગ-બગીચાઓ અને જીમ ખુલશે, હોટલમાં 50 ટકા કેપેસિટી સાથે સીટીંગ શરૂ થશે. આજે 11 જૂનના રોજ સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. જેના બાદ બગીચાઓના દરવાજા નાગરિકો માટે ખોલી દેવાયા છે. 36 શહેરોમાં જ્યાં પ્રતિબંધ હતો, ત્યાં બગીચાઓમાં લોકો મોર્નિંગ વોક કરતા દેખાયા છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી છુટ છાટ સાથે
અમદાવાદની ઓળખ સમો રિવરફ્રન્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાનું સંક્રમણ માર્ચ મહિનામાં વધતા એક બાદ એક સુવિધાઓ બંધ કરવામાં આવી હતી. લગભગ ત્રણ મહિના જેટલા સમયગાળા દરમિયાન બધુ બંધ હતું. પરંતુ અનલોક ગુજરાતમાં આજથી બગીચા, જીમ, બસ સેવાઓ શરૂ ફરીથી ધમધમતી થઈ જશે. 


આ પણ વાંચો : મહંત જયરામદાસ બાપુ કેસમાં રાજકોટ પોલીસના હાથ લાગ્યો વીડિયો, જેમાં દેખાઈ 2 મહિલાઓ 


આજથી શું શું ખુલ્લુ મૂકાશે 


  • રેસ્ટોરન્ટ અને હોટલ સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે.

  • ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે

  • રાત્રી કર્ફ્યુનો અમલ આજથી રાત્રે ૯ થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે

  • તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે

  • વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6 થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે

  • જીમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે

  • રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે

  • શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે



આ ઉપરાંત રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે. સાથે જ રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે