અમદાવાદના નારોલ અને વટવા વિસ્તારમાં 2023 સુધી લાગૂ કરાયો અશાંત ધારો
અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં હવેથી મિલ્કતનું વેચાણ કરતા અગાઉ અમદાવાદ કલેકટરની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વમંજૂરી મેળવવાની રહેશે.
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરના વટવા અને નરોલ પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં તા.૩૦ જૂન-ર૦ર૩ સુધી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના નાગરિકોને શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરતો મહત્વનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ નાગરિકોને કોઈ ખોટી રીતે હેરાન કરીને અને ધાક ધમકીથી મિલકતો પચાવી ન પાડે તે માટે પણ રાજ્ય સરકારની સર્તકતા સાથે અમદાવાદ શહેરના વટવા અને નારોલ પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં તા.૩૦ જૂન-ર૦ર૩ સુધી એટલે કે ત્રણ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે
મુખ્યમંત્રીના આ નિર્ણયને કારણે આ વિસ્તારોમાં ધાકધમકીથી મિલ્કતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડીત નાગરિકોને સુખ , શાંતિ અને સલામતીનો અહેસાસ થશે.
ભાજપના ત્રીજા ધારાસભ્ય બન્યા કોરોનાનો શિકાર, વિજલપુરના કિશોર ચૌહાણનો રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ શહેરના આ વિસ્તારોમાં હવેથી મિલ્કતનું વેચાણ કરતા અગાઉ અમદાવાદ કલેકટરની કાયદાની જોગવાઇઓ અનુસાર પૂર્વમંજૂરી મેળવવાની રહેશે.
વટવા અને નારોલના જે વિસ્તારોમાં તા.૩૦જૂન-ર૦ર૩ સુધી અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે તે વિસ્તારોની યાદી અલગથી સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર