મૌલિક ધામેચા/અમદાવાદ: ઇસનપુર વિસ્તારમાં ફરી એક અકસ્માતનો મામલો સામે આવ્યો. પરંતુ આ વખતે એએમટીએસ બસના ચાલકે દારૂ પી એમટીએસ ચલાવતા ત્રણ પેસેન્જરને સામાન્ય ઈજા થઈ હતી. જોકે આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી એએમટીએસના ડ્રાઇવરને પોલીસ હવાલે કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 24 કલાક છે ખુબ જ ભારે! આ વિસ્તારોમાં કડાકા સાથે 40થી 45ની ઝડપે પવન ફૂંકાશે


મહત્વનું છે કે અવારનવાર બસ ચાલકો દ્વારા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલતી એએમટીએસના ડ્રાઇવરોની ભરતીને કારણે તેમના મેડિકલ કે અન્ય કોઈ ઇસ્યુ પર ધ્યાન આપવામાં આવતું નથી. 


'નાયક' ફિલ્મના અનિલ કપૂર બની રહ્યા છે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ,સીધી અહી કરો ફરિયાદ


ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ
આજે ઇસનપુર તરફથી એએમટીએસ ની 96 નંબરની બસ ઇસનપુર વિસ્તારમાંથી પસાર થતી હતી તે દરમિયાન તેનો ડ્રાઇવર સુરેશ ચાવડા દારૂ પીધેલી હાલતમાં બસ હંકારી ઇસનપુર બ્રિજની નીચે જ એક ટુ-વ્હીલર ચાલકને ટક્કર ન લાગે તે માટે શોર્ટ બ્રેક મારતા ઉતરવા માટે બસમાં ઊભા રહેલા ત્રણ પેસેન્જરને સામાન્ય ઇજા પહોંચી હતી. નશાખોર ડ્રાઈવરે બસમાં સવાર અનેક લોકોના જીવ જોખમમાં મુકતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બસમાં સવાર લોકોએ આ નશાખોર ડ્રાઈવર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.


આ પાટીદાર પરિવારના ઘરમાં થયો ચમત્કાર! ફ્રિજમાં પ્રગટ થયું શિવલિંગ, ભક્તોનું ઘોડાપુર


ત્યારે હાલ તો જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ડ્રાઇવર સુરેશ ચાવડાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ AMTS બસના ડ્રાઈવરને મહામૂલી માનવ જિદંગીની કદર ન હોય તેમ નશામાં ધૂત થઈ બેફામ વાહન ડ્રાઈવ કરતો ઝડપાયો છે. 


નોટબંધી છતાં અમદાવાદમાં નકલી નોટોનો કારોબાર બેફામ! મોહરમના તહેવારોમાં આરોપીઓનો હતો..