હીતલ પારેખ/ગાંધીનગરઃ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને કુંભમેળા માટે આમંત્રણ પાઠવવા આવ્યા છે. તેમણે કુંભમેળાના આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે, પ્રયાગરાજ નામ થયા બાદ પહેલી વાર યોજાશે કુંભમેળો, 192 દેશોના પ્રતિનિધિ આવશે, હેલિકૉપ્ટર, રોડ અને જહાજથી જવાની વ્યવસ્થા કરાઈ છે, 250 કીમી લાંબા જગ્યામાં મેળો ભરાય છે, 40 હજાર સીસીટીવી કેમેરા લગાવાશે, અલગ નવુ નગર ઉભુ કરવામાં આવ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ જણાવ્યું કે, દરેક કુંભમાં લોકોની આવાની સંખ્યા સતત વધતી જાય છે. ડિજિટલ, સ્વચ્છ કુંભ બનાવવાનું આયોજન કરાયું છે. કુંબમાં આવનારા દરેક વ્યક્તિને ગંગા નદીનું ચોખ્ખું પાણી ઉપલબ્ધ થાય તેવી વ્યવસાથા કરાઈ છે. કુંભમાં વિદેશોથી રાજદૂતો પણ આવશે અને પોતાના દેશના ઝંડા લગાવશે. અત્યારથી જ સંતોના આગમનની શરુઆત થઈ ગઈ છે. કુંભ એ દુનિયાનો સૌથી મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને લોકો વિદેશથી રીસર્ચ કરવા માટે પણ આવે છે.


અદભૂત ઘટનાઃ સાસણ ગીરમાં સિંહણ ઉછેરી રહી છે દિપડાનું બચ્ચું


દિનેશ શર્માએ વધુમાં જણાવ્યું કે, કુંભમાં આવવા માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને પણ આમંત્રણ પાઠવવામાં આવશે. રાહુલ મંદિરે-મંદિરે ફરે છે એટલે કુંભમાં આવીને સ્નાન કરવા માટે તેમને આમંત્રણ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી પોતાનું ગોત્ર દત્તાત્રેય બતાવે છે, પણ દાદા જહાંગીરનું ગોત્ર ક્યું છે?


ગુજરાતના શિક્ષણ વિભાગના 'જય હિંદ' અને 'જય ભારત' અંકે રાજ્ય સરકારની પ્રશંસા કરતા જણાવ્યું કે, અમે પણ અભ્યાસક્રમમાં યોગ અને વૈદિક ગણિતનો સમાવેશ કર્યો છે. ગુજરાતની ઘણી યોજનાઓ અને વસ્તુઓ છે જેને અમે લાગુ કરીશું. 


સબરીમાલા વિરોધઃ 48 કલાકમાં 266ની ધરપકડ, 334ને અટકમાં લેવાયા


કુંભ મેળા અંગે વધુ વિગતો આપતા દિનેશ શર્માએ જણાવ્યું કે, 15 જાન્યુઆરીથી શરૂ થનારો કુંભ માર્ચ મહિનામાં શિવરાત્રીના દિવસે પુર્ણ થશે. વડા પ્રધાન મોદીએ 16 ડિસેમ્બરે ગંગા પુજા કરી મેળાનો આરંભ કરાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી પણ કુંભમાં કરવામાં આવશે. 21-22-23 જાન્યુઆરીના રોજ કાશીમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરાશે, જેમાં 5000થી વધુ પ્રવાસી ભારતીય આવશે. 


કુંભ મેળામાં સૌ પ્રથમવાર ૧૦ હજાર વ્યક્તિઓની ક્ષમતા ધરાવતા બે ગંગા પંડાલની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૧૦,૦૦૦ની બેઠક વ્યવસ્થા ધરાવતી પ્રવચન પંડાલ અને ૪ સાંસ્કૃતિક પેવેલિયનનો સમાવેશ થાય છે, જેમાં સતત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ૨૦,૦૦૦ ભક્તોના રોકાણ માટે સામાન્ય વ્યવસ્થા થઈ શકે તે માટે સૌ પ્રથમવાર ગોઠવણ કરાઈ છે.


અહેમદ પટેલને સુપ્રીમનો ઝટકો, રાજ્યસભા ચૂંટણી અંગે કેસ લડવો પડશે


કુંભની વિશેષતાઓ
- સરકાર દ્વારા રૂ.4300 કરોડની જોગવાઈ 
- 9 ફ્લાય ઓવર બનાવાયા છે
- કુંભમાં 71 દેશોના રાજદૂત પોતાના દેશોના ધ્વજ લગાવી ગયા છે
- 250 કીમીના રસ્તા મેળા વિસ્તારમાં બનાવાયા છે
- ટેંટ સીટીનું નિર્માણ કરાયું છે
- સાધુ સંતોના પ્રવચનની વ્યવસ્થા કરાઈ છે


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...