અતુલ તિવારી/અમદાવાદ :અટલ સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા યશવંત સિન્હા કે જેઓને વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ આજે ગુજરાત આવી પહોંચ્યા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં અનેક વિવાદાસ્પદ નિવેદનો કર્યો છે. સાથે જ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UPA ના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર યશવંત સિન્હાએ કહ્યુ કે, રાષ્ટ્રપતિની ચૂંટણી અસાધારણ સ્થિતિમાં થઈ રહી છે. હાલ દેશમાં અઘોષિત આપાતકાલ લાગુ છે. પત્રકારો પર હુમલો થાય છે. વાણી સ્વતંત્રતા ખતમ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ મુદ્દે જર્મનીએ પણ ચિંતા વ્યકત કરી છે કે ભારતમાં વાણીસ્વતંત્રતા ખતમ થઈ રહી છે, ભારત સરકારે વિરોધ કર્યો છે પણ આપણે જાણીએ છીએ કે આ સાચું છે. ગુજરાતમાં સાંભળીને નવાઈ લાગી છે કે અહીં હજુય 144 કલમ લાગુ છે. ગુજરાતમાં ક્યાં ખતરો છે. ગુજરાતમાં સામાજિક કાર્યક્રમો માટે પરવાનગી લેવી પડી રહી છે. આપાતકાળમાં પણ આવું નહતું, જે આજે ગુજરાતમાં થઈ રહ્યું છે. આજે સમાજને સાંપ્રદાયિક રીતે વહેંચવામાં આવી રહ્યો છે. આપણે આ થતું રોકવું પડશે, આવું થયું તો બધું નષ્ટ થઈ જશે. 


આ પણ વાંચો : વડોદરાના લેન્ડલોર્ડ બિલ્ડર હરીશ અમીન કેસમા મોટો રાઝ ખૂલ્યો, અકસ્માત નહિ હત્યા થઈ હતી


તેમણે કહ્યુ કે, 1946 માં સંવિધાન સભા દિલ્હીમાં બેઠી, દેશ અશાંત હતો, હુલ્લડ થતા, દેશ વહેંચાઈ ગયો હતો, આવું બહુ ઓછું જોવા મળે છે. એ પછી પણ આપણને જે સંવિધાન મળ્યું એની પર આજે આપણને ગર્વ છે. પ્રજાતંત્રની જે સંસ્થાઓ છે, એમને દબાવવામાં આવી રહી છે, પણ અને એવું નહીં થવા દઈએ. અહીંથી અડવાણીજી અને અટલજી જીતીને ગયા હતા. બંને ઈમરજન્સી સમયે લડ્યા હતા, આજે એમની પાર્ટી ઈમરજન્સીમાં છે. રાષ્ટ્રપતિની ચૂંટણી આ વખતે માટે એક પદની લડાઈ નથી, કોણ ખુરશી પર બેસશે એની લડાઈ નથી. જે રાષ્ટ્રપતિ બનશે શું એ સંવિધાન બચાવવનો પ્રયાસ કરશે? રબ્બર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ હશે તો આ પ્રયાસ નહીં થાય. 


રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે તેમણે કહ્યુ કે, હું ક્યાં સંપ્રદાય અને જાતથી આવું છું એ મહત્વનું નથી. લડાઈ વિચારધારાની છે. દેશની જનતા વોટ નથી કરતી, MLA અને MP વોટ કરશે. પણ જે વોટ નાંખે છે એ તમામ તેમની જનતા લોકોની વિરુદ્ધમાં મત નાં આપી શકે. આ સિક્રેટ મતદાન હશે, પણ આમાં વ્હિપ નથી હોતો, તમામ પોતાનો વિવેકનો ઉપયોગ કરે. સંવિધાનને ધ્યાનમાં રાખીને સૌ મત કરે એવી મારી અપીલ છે. આજે જે લડાઈ છે, એ પદની ચૂંટણી કરતા મોટી લડાઈ છે. આ લડાઈ દેશનું ભવિષ્ય નક્કી કરશે. 5 વર્ષ માટે રાષ્ટ્રપતિ ચૂંટાતા હોય તો એ ઘણું બદલી શકે છે. હું એવું નથી કહેતો કે રાષ્ટ્રપતિ અને PM વચ્ચે ટકરાવ થાય, બસ જે તે વ્યક્તિ સંવિધાન મુજબ કામ કરે.


આ પણ વાંચો : દ્વારકા પર કુદરત ઓળઘોળ, શુક્રવારે બપોર સુધીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો


UPA ના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર યશવંત સિન્હાએ એવુ પણ કહ્યુ કે, કોવિંદજી જે સમાજમાંથી આવે છે, એ સમાજમાંથી પણ અનેક સાથે અન્યાય થઈ રહ્યો છે, આ મુદ્દે રાષ્ટ્રપતિ ભવન ચૂપ રહ્યું. શાસક પક્ષના જે ઉમેદવાર છે, જે સમાજથી આવે છે, એ જીતે તો એમના સમાજની પરિસ્થિતિઓ સુધરી જશે એવું નથી હોતું. દેશમાં ભયંકર બેરોજગારી છે, આંકડાઓ મુજબ બેરોજગારી સતત ઘટી રહી છે. અર્થવ્યવસ્થા ગતિમાં આગળ વધશે તો જ રોજગારી વધશે. નોટબંધી થઈ, એ વખતે વાર્ષિક વિકાસ દર 8 ટકા હતો, જે પડતા પડતા 4 ટકાએ આવ્યો, કોરોનામાં એ દર માઈનસમાં ગયો. સરકારી આંકડાઓ વિશે નહીં કહું, પણ વિશ્વસનીયતા ખતમ થઈ રહી છે. આંકડાઓનું મેન્યુપ્યુલેશન થઈ રહ્યું છે, અર્થવ્યવસ્થા ઘોર સંકટમાં છે. મોંઘવારી, રૂપિયાની પડતી કિંમત ચિંતાનો વિષય છે. એક સમયે મોદીજી કમેન્ટ કરતા હતા કે રૂપિયો તૂટી રહ્યો છે, આજે કોઈ મોદીજીને પૂછશે?


તો નૂપુર શર્મા મામલે તેમણે કહ્યુ કે, દેશનો માહોલ જાણી જોઈને અસ્થિર કરવામાં આવી રહ્યો છે. સરકાર માને છે કે આ રીતે એમને વોટ મળશે. એટલે સરકાર ચાહે છે કે આ વાતો વધે. પીએમ મનની વાત કરે છે, પ્રેસ નથી કરતા, આટલી મોટી બે ઘટનાઓ બની, બધાએ ખંડન કર્યું, પીએમ, ગૃહમંત્રી કે રક્ષામંત્રી કંઈ બોલ્યા નહિ. આવા મુદ્દા પર કેમ ચુપ્પી છે? એ ચાહે છે કે આ આગળ વધે. એમના પ્રવક્તાએ જાણી જોઈને જે કહ્યું એ બોલ્યા હતા.