રાજેન્દ્ર ઠક્કર, ભુજ : ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં રૂઢીના નામે યુવતીઓના કપડાં ઉતરાવવામાં આવતા હોબાળો થયો હતો. આ મામલે તપાસ કરવા માટે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC) દર્શના ધોળકિયા સાથેની ચાર વ્યક્તિઓની એક ટીમ બનાવાઇ હતી. આ ઘટનાથી જાણ થતાં કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ડોક્ટર દર્શના ધોળકિયા તેના સાથેના મહિલા સભ્ય પ્રોફેસર એક આખી તપાસ ની ટીમ સાથે ત્યાં પહોંચી અને તપાસણી કરી હતી. જોકે તેમણે મેનેજમેન્ટનો લૂલો બચાવ પણ કર્યો છે. હોસ્ટેલના ટ્રસ્ટીએ આ ઘટનાને દુઃખદ પણ ગણાવી હતી અને જવાબદારો સામે પગલા લેવાશે એવી ખાતરી પણ આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BJP સામે બાથ ભીડી અલ્પેશે, ગુજરાત સરકારને ધમકી આપી છે કે...


આ મામલામાં ભુજની સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટીઓની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે અને આ પ્રકારનું હિન કૃત્ય થયાનું ખુદ ટ્રસ્ટી સ્વીકાર્યું છે.  આ મામલામા સંસ્થાના પ્રિન્સિપાલે ટ્રસ્ટી સમક્ષ સ્વીકાર્યું કે મારી ભૂલ થઈ છે અને હું ક્ષમા માંગુ છું. વિદ્યાર્થીનીઓ અને વાલીઓને સાથે રાખીને તેમના અનુસાર આગળના પગલાં ભરીશું.


આ માણસ આજે અમદાવાદના પ્રેમીઓ માટે બન્યો સૌથી મોટો વિલન, હકીકત જાણવા કરો ક્લિક...


આ મામલે વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. આ પછી માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી. માસિક ધર્મની તપાસ કરાતા કોલેજની વિદ્યાર્થિનીઓના તીવ્ર વિરોધને પગલે સંચાલકોએ કેટલીક વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવી હતી. વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને ઓફિસમાં ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી લખાણ લખાવી લીધું હતું. તેમજ સંચાલકોએ વિદ્યાર્થિનીઓને એમ પણ જણાવી દીધું હતું કે, તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો. પગલાં લેવાની વાત જવા દો. નોંધનીય છે કે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ પરિણામને લઈને ચિંતિત છે. તેમણે જણાવ્યું હતું કે, અમે સંસ્થાના તમામ નિયમોનું પાલન કરીએ છીએ. નિયમ તોડનારને સજા કરાય છે. અમે માસિક ધર્મનું પણ પાલન કરીએ છીએ. અમને છેલ્લા બે ત્રણ દિવસથી માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે. અમે સંચાલકો સામે પ્રદર્શન કર્યું છે તેથી અમારા પરિણામ પર તેની અસર પડવાની શક્યતા છે. આથી અમારી વિનંતી છે કે અમારી કેરિયર પર આની કોઈ જ અસર ન થાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક