સંજય ટાંક/અમદાવાદ :અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાનો આ રુટ 18 કિલોમીટર લાંબો છે અને રથયાત્રામાં જોડાતા ભક્તો પગપાળા જ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન કરતા હોય છે. જોકે, રથયાત્રાના રુટ પર સાયકલ યાત્રા કરીને ભગવાનના દર્શન માટે જગન્નાથજી મંદિરે પહોંચેલા ગુજરાત સાયકલિંગ ક્લબ નામના એક ગ્રુપે સ્વાસ્થ્યનો અનોખો સંદેશ પાઠવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન જગન્નાથજી મંદિરેથી 141મી રથયાત્રા 14 જુલાઈએ નીકળવાની છે. તે પહેલા અમાસના દિવસે ભગવાન મામાના ઘરેથી પરત ફરતા નેત્રોત્સવ વિધિ કરવામાં આવી. આ નેત્રોત્સવ વિધિમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન ના દર્શનનો લાભ લીધો અને ત્યારે શહેરના નિકોલ વિસ્તારનું સાયક્લિંગ કરતું એક ગ્રુપ જગન્નાથજી મંદિરે પહોંચ્યુ હતું. આ સાયકલીંગ ગ્રુપ શહેરના 18 કિલોમીટરના રથયાત્રાના રુટ પર સાયકલિંગ કરી જગન્નાથ મંદિરે પહોંચ્યુ હતું. તેઓએ એક મોટી ઘડિયાળ જગન્નાથજી મંદિરના મહંતને ભેંટ ધરી હતી. 


આ સાયકલિંગ ગ્રુપ શહેરમાં રોજ 32 કિલોમીટર જેટલું અંતર સાયકલિંગ કરી કાપે છે અને લોકોને સ્વસ્થ રહેવાનો સંદેશો પાઠવે છે. હાલમાં જ્યારે પર્યાવરણ માટે ખતરારુપ પ્લાસ્ટિકનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે જગન્નાથજી મંદિરમાં આ ગ્રુપે જય રણછોડ પ્લાસ્ટિક છોડના જયનાદ લગાવ્યા હતા.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક....