ભાવનગર : તળાજા નગરપાલિકામાં 25 વર્ષ બાદ કોંગ્રેસ સત્તા પર પરત ફર્યું છે. નગરપાલિકામાં ભાજપનો 25 વર્ષબાદ પરાજય થતા ભાજપમાં સોપો પડી ગયો છે. જો કે ભાજપના જ આંતરિક સુત્રો અનુસાર અતિઆત્મવિશ્વાસ જ ભાજપને ભારે પડ્યો છે. ભાજપના કેટલાક મહત્વના ઉમેદવારો અને કાર્યકરો વારંવાર અન્યાયને પગલે કોંગ્રેસમાં જતા રહ્યા છતા, સ્થાનિક આગેવાનોએ ધ્યાન આપ્યું નહોતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધરોઈ ડેમમાં વધતા પાણીથી અમદાવાદ કલેક્ટરનો એલર્ટ રહેવા આદેશ

જેના પગલે નગરપાલિકામાં તળાજા શહેર પ્રમુક તરીકે જેને જીત મેળવી તે વીનુ વેગડે પણ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા શક્તિસિંહ વાળા પણ ભાજપમાંથી જ કોંગ્રેસમાં આવ્યા હતા. જેથી ભાજપને અતિ આત્મવિશ્વાસ મોંઘો પડ્યો તેમ કહી શકાય.


બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય, અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-દક્ષિણમાં ભારે વરસાદની આગાહી

તો બીજી તરફ શિહોર નગરપાલિકામાં વિચિત્ર ગુંચવાડો ઉત્પન્ન થયો છે. નગરપાલિકાના ઉપપ્રમુખે ચૂંટાયાની ગણત્રીની કલાકોમાં રાજીનામું ધરી દીધું છે. પાંચ ટર્મથી ઉપપ્રમુખ પદે રહી ચુકેલા ચતુર રાઠોડ ફરી ચૂંટાતા રાજીનામું આપ્યું. ઉપપ્રમુખ ચતુર રાઠોડ સાથે 100થી વધારે કાર્યકરો પણ જોડાયા હતા. ભાજપના નગરસેવિકાના પતિ પ્રદ્યુમનસિંહ ગોહિલ પણ તેની સાથે જોવા મળ્યા હતા. આ ઘટનાક્રમ બાદ કોઇ મોટી નવા જુનીના એંધાણની શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર