અમદાવાદ: ગુજરાત સરકારે બુધવારે જણાવ્યું કે તેઓ સામન્ય શ્રેણીમાં આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ)ના ઉમેદવારોને 10 ટકા અનામત આપવા માટે માત્ર આઠ લાખ રૂપિયાના વાર્ષિક આવકના ક્રાઈટેરિયાને જ તેના માપદંડ હેઠળ સમાવેશ કરશે. જમીન અને ઘરના માલિકી હકની શરતોનો તેમા સમાવેશ થશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય મંત્રીમંડળની જે બેઠક યોજાઈ હતી તેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. એક અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે રાજ્ય સરકાર એ વાત પર વિચાર નહીં કરે કે 10 ટકા અનામતના લાભાર્થીના પરિવારની પાસે કેટલી કૃષિ યોગ્ય જમીન કે કેટલા મોટા ઘર છે. લાભાર્થીના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હશે તો તેઓ અનામતના લાભ માટે યોગ્ય ગણાશે. 


Big Breaking: પાટીદાર આંદોલનના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ


કેન્દ્રની મોદી સરકારે હાલમાં જ આર્થિક રીતે નબળા સવર્ણો માટે 10 ટકા અનામત આપવાની જાહેરાત કર્યા બાદ ગુજરાત આ અનામત વ્યવસ્થાને લાગુ કરનારું પહેલું રાજ્ય બની ગયું છે. સવર્ણ અનામત બિલ લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં પાસ થયા પછી મંજૂરી માટે  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે ગયું અને 13 જાન્યુઆરીએ આ બિલને મંજૂરી મળી ગઈ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 13 જાન્યુઆરીના રોજ જાણકારી આપી હતી કે રાજ્યમાં આ અનામતને સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 14 જાન્યુઆરીથી જ લાગુ  કરી દેવાશે. જેનો ફાયદો આર્થિક રીતે નબળા સવર્ણોને મળશે. 


સુરત: સોફાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી, બધો મુદ્દામાલ બળીને ખાખ


અત્રે જણાવવાનું કે મોદી સરકારના આ પગલાને માસ્ટર સ્ટ્રોક તરીકે જોવામાં આવી રહ્યું છે. 13 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધા બાદ હવે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી દીધુ. 


નોંધનીય છે કે બિલ મુજબ અનામતના ફોર્મ્યુલા 50% + 10%નો હશે. જે લોકોને આવક વાર્ષિક 8 લાખથી ઓછી હશે તેમને અનામતનો લાભ મળશે. જે સવર્ણો પાસે ખેતી માટે 5 એકરથી ઓછી જમીન હશે તેમને અનામતનો લાભ મળશે. આ ઉપરાંત જે સવર્ણો પાસે બિન સૂચિત મ્યુનિસિપલ વિસ્તારમાં 200 ગજથી ઓછાના રહેણાંક પ્લોટ હશે તેમને પણ અનામતનો લાભ મળી શકશે. 


ગુજરાતના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...