સુરત: સોફાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી, બધો મુદ્દામાલ બળીને ખાખ

 સુરતના પુણા સીમાડા વિસ્તારમાં આવેલા સોફા બનાવતા એક ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે તેની ઝપેટમાં આંખે આખુ ગોડાઉન આવી ગયું હતું.
સુરત: સોફાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી, બધો મુદ્દામાલ બળીને ખાખ

ચેતન પટેલ, સુરત: સુરતના પુણા સીમાડા વિસ્તારમાં આવેલા સોફા બનાવતા એક ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે તેની ઝપેટમાં આંખે આખુ ગોડાઉન આવી ગયું હતું.

બીજી તરફ આગ લાગ્યાની જાણ થતાં જ માન દરવાજા, ડુભાલ, મહિધરપુરા સહિતની 14 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ વિકરાળ હોવાને કારણે ફાયરની ટીમ દ્વારા આગ કાબુમાં લેવા મુશ્કિલ બની ગયું હતું.

આગના કારણે ગોડાઉન નો તમામ મુદ્દામાલ બળી ને ખાખ થઈ ગયો હતો. જો કે આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news