નવતર પ્રયોગ: ગટરની સફાઈ કરવા માટે તૈયાર કરાયો ખાસ રોબોટ; દેશના UTOમાં પ્રથમ વખત જાણો કોને મળશે?
AIITના વિદ્યાર્થીઓ ગટરની સફાઈ માટે રોબોટ તૈયાર કર્યુ હતુ. ત્યારે દેશના UTOમાં પ્રથમ રોબોટ દાદરા નગર હવેલીને મળ્યું છે. 39.52 લાખના ખર્ચે પાલિકાએ રોબોટ ખરીદ્યા છે. 3 વર્ષના મેઈન્ટનેન્સ સાથે રોબોટનો ખર્ચ 86 લાખ રૂપિયા થાય છે.
નિલેશ જોશી/સેલવાસા: આગામી ચોમાસાને ધ્યાને રાખી સેલવાસમાં પ્રિ-મોન્સૂનની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. પ્રિ-મોન્સૂનની કામગીરીમાં સેલવાસમાં રોબોટની મદદ લેવામાં આવી રહી છે. સેલવાસમાં ખુલ્લી ગટરમાં કોતરોમાંથી કચરો અને કાદવ કાઢવાની કામગીરી ચાલે છે. જ્યારે ગટરના ચેમ્બરની સફાઈ માટે રોબોટની મદદ લેવાઈ રહી છે.
AIITના વિદ્યાર્થીઓ ગટરની સફાઈ માટે રોબોટ તૈયાર કર્યુ હતુ. ત્યારે દેશના UTOમાં પ્રથમ રોબોટ દાદરા નગર હવેલીને મળ્યું છે. 39.52 લાખના ખર્ચે પાલિકાએ રોબોટ ખરીદ્યા છે. 3 વર્ષના મેઈન્ટનેન્સ સાથે રોબોટનો ખર્ચ 86 લાખ રૂપિયા થાય છે. મહત્વનું છે કે, ગટરમાં અંદર ઉતરવા માટે કર્મચારીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ગત વર્ષે આ કામમાં 3 કર્મચારીઓના મોત પણ નિપજ્યા હતા. ત્યારે હવે આ પ્રકારની કામગીરી ન બને તે માટે રોબોટનો ઉપયો કરાઈ રહ્યો છે.
સેલવાસ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુનની કામગીરી પુરજોશમા ચાલી રહી છે, ખુલ્લી ગટરો કોતરોમાંથી કચરો અને કાદવ કાઢવાની કામગીરી મજૂરો દ્વારા કરવામાં આવી રહી છે. તેની સામે જે ઊંડા ચેમ્બરો છે એને રોબટ દ્વારા સફાઈ કરવામા આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડોકમરડી ગૌશાળા રોડ પર ઊંડી ગટરના ચેમ્બર સફાઈ કરવા માટે મજૂરો ઉતર્યા હતા. તેઓને ગેસની અસર થતા બે મજુરોનુ મોત થયુ હતુ. જેથી પ્રસાશન દ્વારા પાલિકા વિસ્તારમા ચેમ્બર સાફસફાઈ માટે ખાસ રોબોટની ખરીદી કરવામા આવી હતી. જેનો ઉપયોગ આ વર્ષે ચેમ્બર સફાઈ માટે ઉપયોગમા લેવામા આવી રહ્યુ છે. જેના માટે સ્ટાફને પણ ખાસ ટ્રેનિંગ આપવામા આવી છે.
સેલવાસ નગરપાલિકા દ્વારા જે રોબોટ મશીન ખરીદવામાં આવેલ છે એ આઈઆઈટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામા આવેલ છે. જેનુ પેટર્ન કરાવવામાં આવેલ છે. દેશના યુટીઓમા પ્રથમ દાદરા નગર હવેલી પ્રસાશન દ્વારા એની ખરીદી કરવામા આવેલ છે જેની અંદાજીત કિંમત 39લાખ 52 હાજર રૂપિયાનું છે. અને આને 3 વર્ષના મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ સાથે 86 લાખનું થાય છે. આ મશીનના ઉપયોગથી ઘણી રાહત થઇ ગઈ છે.
અગાઉ ચેમ્બરોમા કામદારોને ઉતારવા પડતા હતા અને ગત વરસે આ કામ દરમ્યાન 3 જેટલા સફાઈ કામદારને ગેસ લાગતા તેઓના મોત થયા હતા. જેથી નેટ પર સર્ચ કરતા આવું મશીન સુરતમાં છે. જેનો ડેમો જોતાં લાગ્યું કે આ મશીનથી આશાનીથી ગટરની સફાઈ થતી હોય તેથી આ મશીન ખરીદવામાં આવ્યું છે. જે હવે આ રોબોટ મશીન દ્વારા કામગીરી થઇ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube