અજય શીલુ/પોરબંદર:  શૌચક્રીયા ખુલ્લામાં ન જવુ પડે તે માટે ઘરોમાં શૌચાલયો બનાવવામાં આવતા હોય છે. પરંતુ આપને જાણીને આશ્ચર્ચ થશે કે પોરબંદરના વિરડી પ્લોટમાં તો શૌચાલયનો શૌચ ક્રીયા માટે નહી પરંતુ રસોઈ બનાવવા માટેના રસોડા તરીકે તો અમુક ઘરોમાં સ્ટોરરુમ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. શા માટે શૌચાલય બન્યુ છે રસોડુ શુ છે કારણ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સ્વચ્છ ભારત અર્પણ કરવાની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં દિલ્હી ખાતેથી સ્વચ્છતા અભિયાનની શરુઆત કરવામાં આવી હતી. તો ગુજરાતમાં આ સ્વચ્છતા અભિયાનની શરુઆત તે સમયના તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પોરબંદર ખાતેથી જ કરાવી હતી. આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જ ખુલ્લામાં શૌચક્રીયા બંદ થાય તે માટે ઘરે-ધરે શૌચાલય બનાવવાનુ સરકારે મિશન હાથ ધર્યુ હતુ જેમા ગાંધી જન્મભૂમી પોરબંદરને દેશનુ પ્રથમ ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો.


પરંતુ નવાઈની વાતો એ છે કે,પોરબંદર નગરપાલિકાની નજીક જ આવેલ વિરડી પ્લોટ વિસ્તારના અનેક લોકો આજે પણ ખુલ્લામાં શૌચક્રીયા જઈ રહ્યા છે. આ વિસ્તારના અમુક ઘરોમાં શૌચાલય બનાવનાર એજન્સીઓ દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરીને માત્ર પથ્થરની ચાર દિવાલો ચણીને જ કામગીરી પુરી કરી દેવાય છે. શૌચાલયમાં નથી કોઈ દરવાજા કે,વાસણ તેમજ પાણીના ટાંકાની સુવિધા પણ નહી કરાઈ હોવાથી લોકોને ફરજીયાત પણે ખુલ્લામાં શૌચક્રીયા કરવા જવુ પડે છે તેવુ આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યુ હતુ.


વધુ વાંચો...નવસારી: કિર્તીદાન ગઢવીના ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, મૂક્યું પૈસા ગણવાનું મશીન


પોરબંદરને દેશનો પ્રથમ શૌચમુક્ત જિલ્લો જાહેર કરી દેવાયો છે, પરંતુ આજે પણ અહિં અનેક વિસ્તારો એવા છે જ્યા શૌચાલયની સુવિધાઓ નથી જેથી લોકો ખુલ્લામાં શૌચ માટે જાય છે, તો અનેક લોકો શૌચાલયો હોવા છતા પણ દરિયા કિનારા સહિતના સ્થળે શૌચક્રીયા કરે છે. પોરબંદર નગરપાલિકાના ચીફ એન્જીનીયરને ભ્રષ્ટાચાર અંગે પુછવામાં જણાવ્યુ હતુ કે, આ કામગીરી પોરબંદર નગરપાલિકાની કોઈ એજન્સી દ્વારા કરવામાં આવી નથી અને આ વિસ્તાર છે તે દબાણવાળો વિસ્તાર હોય આમ છતાં શૌચાલય બનાવવા માટેની કોઈ અરજી આવશે તો તપાસ કરીને શૌચાલય બનાવી દેવામાં આવશે તેવુ જણાવ્યુ હતુ.


પોરબંદરના વિરીડી પ્લોટ વિસ્તારના શૌચાલયની કામગીરી જોઈને શૌચાલય બનાવવાની કામગીરી બનાવવામાં ભ્રષ્ટાચાર થયાનુ જણાય આવે છે.ત્યારે પોરબંદર નગરપાલિકા દ્વારા આ વિસ્તાર સહિત અન્ય પણ જે સ્થળો પર આ શૌચાલય બનાવાયા છે તેઓને જે રીતે શૌચાલય તૈયાર કરવાનુ હોય છે તે મુજબનુ એજન્સીએ કામગીરી કરી છે કે,કેમ તેની જો યોગ્ય તપાસ કરવામાં આવે તો તેમા પણ ગોટાળા નીકળે તેવી પુરી શક્યતાઓ જણાઈ રહી છે.