અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસના 18મા દિવસે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવત તથા કોગ્રેસના લલિત કગથરા, લલિત વસોયા ,કિરીટ પટેલ ,આશા પટેલ અને મહેશ પટેલ સહિતના ધારાસભ્યો હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે,કે કોંગ્રેસ હાર્દિકના ઉપવાસના પ્રથમ દિવસથી જ તેને સમર્થન કરી રહ્યું છે અને કોંગ્રેસના મોટભાગના ધારાસભ્યો હાર્દિકની મુલાકાત લઇ ચૂક્યા છે. તથા વિપક્ષના નેતા પરેશ ધાનાણી પર હાર્દિકને સમર્થન આપી ખેડૂતોના મુદ્દે ગાંધીનગર ખાતે સ્વર્ણમ સંકુલ ખાતે સરકાર વિરૂદ્ધ દેખાવો પણ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હરિશ રાવતે જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશમાં ખેડુતોના દેવા માફીની વાત કરી હતી અને અમે પંજાબ કર્ણાટકમાં કરી બતાવ્યું છે. કૃષક સમાજ દેશના તમામ રાજ્યોમાં આંદોલન કરી રહ્યો છે. હાર્દિકને અપીલ કરી કે તેમનું જીવન દેશના લોકો લડવૈયા આંદોલનકારીઓ ખેડૂતો માટે જરૂરી છે. વધુમાં હરિશ રાવતે કહ્યું હતું કે તેમના ઘરને પોલીસ છાવણી જેવું બનાવી દીધું છે, જ્યાં દેશનો કોઇ દુશ્મન રહેતો હોય એમ રાખવામાં આવ્યો છે. એમની ચારે તરફ છાવણી રાખવાના આવી છે જ્યાં કોઇ પંખી પણ પર મારી ના શકે હું આની ઘોર નિંદા કરું છું.


હરિશ રાવતે કહ્યું હતું કે હાર્દિક ઉપવાસને છોડીને ધરણા પ્રદર્શન અને પદયાત્રા જેવા રસ્તા અજમાવે કારણ કે સરકાર એવું ઇચ્છે છે કે હાર્દીકનું લીવર અને કિડની ખરાબ થાય અને આવનારા સમયમાં તે સંઘર્ષ ના કરી શકે. ગુજરાતના તમામ સમાજને અપીલ કરૂ છું કે તે આગળ આવે અને મંદિરની સાથે સાથે રસ્તા પર આવીને હાર્દિકનું સમર્થન કરે. હાર્દીકના મનમાં દુખ છે કે ઉપવાસ અંદોલનથી લોકોની વાચા પહોંચાડે પણ સરકારે તમને મંજૂરી ન આપી.


કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિક પટેલને શું આપી સોનેરી સલાહ...વાંચો 


હરિશ રાવતે દાવો કર્યો હતો કે હાર્દિક યોગ્ય નિર્ણય કરશે. હાર્દિકને મારી વાત ગમી નથી પરંતુ મને આશા છે કે તે મારી વાત માનશે. હાર્દિકની માંગણીઓ વિશે કેંદ્ર સરકાર અને રાજ્ય સરકારને ખબર છે. મારી હાર્દિક પટેલને અપીલ છે.