Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ઉત્તરાખંડમાં ગુજરાતીઓ શ્રદ્ધાળુઓની બસને નડેલા અકસ્માતમાં  7 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા યાત્રિકોમાં ભાવનગરથી ગયેલા યાત્રિકો હોવાની સંભાવના છે. 15મી ઓગસ્ટે ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 31 લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતા જ ભાવનગરમાં રહેતા તેમના પરિવારોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માતની વાત કરીએ તો 61 વર્ષીય ગણપતરાય મહેતાનું, 57 વર્ષીય દક્ષાબેન મહેતાનું મૃત્યુ થયું છે. તેમજ મીનાબેન ઉપાધ્યાય અને રાજેશ મેરનું પણ મૃત્યુ થયું છે. તો ગીગાભાઈ ભમ્મર અને અનિરુદ્ધ જોશીનું પણ મૃત્યુ થયું છે. આ ઉપરાંત કરણજીત ભાટીનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ત્યારે વાત કરીએ તો આ ઘટનામાં ટ્રાવેલર્સના મેનેજર અશ્વિન જાની ઘાયલ થયા છે. ડ્રાઈવર મુકેશ ફૂલચંદ અને કંડક્ટર સંજુ રમેશ ઘાયલ થયા છે. ગુજરાતી શ્રદ્ધાળુ કેતન રાજ્યગુરુ અને દિપ્તીબેન રાજ્યગુરુ ઘાયલ થયાં છે. ઘનશ્યામ જોશી, હરેન્દ્રસિંહ ઝાલા ધાયલ જયદીપ મુન્નાભાઈ અને જિતેન્દ્રકુમાર ગોહિલ ઘાયલ થયા છે. આ ઉપરાંત ઘાયલોમાં જે ગુજરાતીઓ છે તેમાં છે દેવકુરબેન કેવડિયા, કમલેશ ઉપાધ્યાય, મનીષ પઢેરિયા, નયના પઢેરિયા, વિવેક પઢેરિયા,અશોકસિંહ ગોહિલ, દિપ્તી ત્રિવેદી, વિજય રાઠોડ, જતીન ભાટી ઘાયલ થયા છે. સુરતનાં મિરલબેન દુર્ઘટનામાં ઘાયલ થયાં છે. જે બસને કાળ ભેટી ગયો તે બસમાં ભાવનગર અને સુરતના શ્રદ્ધાળુઓ હતા.


RTO નો નવો નિયમ : જૂની-નવી નંબર પ્લેટનું કામ હવે RTO નહીં કરે, હવે કોણ કરશે તે જાણો


ચારધામ યાત્રાએ ગયેલું દંપતી ખંડિત થયું 
ઉતરાખંડમાં ગંગોત્રી નજીક બનેલી ગોઝારી ઘટનામાં ભાવનગર જિલ્લાના સાત લોકોના મોત થયા છે, ત્યારે આ ઘટનામાં ભાવનગર શહેરના દેવરાજ નગર વિસ્તારમાં આવેલ અભિનવ પાર્કમાં રહેતા કમલેશભાઈ ઉપાધ્યાય અને તેમના પત્ની મીનાબેન ઉપાધ્યાય પણ યાત્રા માટે ગયા હતા, જ્યા યાત્રા દરમિયાન બનેલી ઘટનામાં મીનાબેન ઉપાધ્યાયનું દુઃખદ અવસાન થયું છે, તેમના મૃત્યુના સમાચારને લઈને તેમના પરિવારજનો તેમજ તેમની સોસાયટીમાં દુઃખનો માહોલ છવાયો છે. મીનાબેન ઉપાધ્યાય અને કમલેશ ઉપાધ્યાય બંને યાત્રાએ ગયેલું દંપતી ખંડિત થયું છે, અકસ્માતમાં મીનાબેન ઉપાધ્યાયનું મોત નીપજ્યું છે. તેમને સંતાનોમાં બે બાળકો છે. તેઓના મોટા દીકરાના દિવાળી બાદ લગ્ન હતા, દીકરાના વહુને જોવાની ઈચ્છા સાથે હરખભેર તેઓ યાત્રાએ ગયા હતા. જ્યાં આ દુઃખદ ઘટના બની, હાલ તેમના પુત્ર તેમના મૃતદેહને લેવા માટે ગતરાત્રિના જ ઉતરાખંડ જવા નીકળી ગયા છે.


આજથી 7 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓ છે એલર્ટ પર


ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં 7 મૃતકોનાં નામ


  • મહુવાના 61 વર્ષીય ગણપતરાય મહેતાનું મૃત્યુ

  • મહુવાનાં 57 વર્ષીય દક્ષાબેન મહેતાનું મૃત્યુ

  • ભાવનગરનાં 51 વર્ષીય મીના ઉપાધ્યાયનું મૃત્યુ

  • તળાજાના 40 વર્ષીય ગીગાભાઈ ભમ્મરનું મૃત્યુ

  • અલંગના 40 વર્ષીય રાજેશ મેરનું દુર્ઘટનામાં મૃત્યુ

  • તળાજાના 35 વર્ષીય અનિરુદ્ધ જોશીનું મૃત્યુ

  • પાલિતાણાના 29 વર્ષીય કરણજીત ભાટીનું મૃત્યુ


શાળામાં ડ્રોપઆઉટ રેશિયો વધતા ગાંધીનગરથી છૂટ્યા મોટા આદેશ


ત્રણ સંતાનોએ પિતા ગુમાવ્યા 
તો બીજી તરફ, ઉતરાખંડમાં ખાનગી બસનો ગોજારો અકસ્માત ભાટી પરિવાર પર દુખનો પહાડ લઈને આવ્યો. કારણ કે, આ અકસ્માતમાં ભાવનગરના પાલિતાણાના કરણજીત ભાટીનું પણ મોત નિપજ્યું છે. 29 વર્ષીય કરણજી ભાટી ત્રણ સંતાનના પિતા છે. કરણ ભાટીના મોતથી તેમના બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કરણજીતના મૃત્યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પતિનું અકસ્માતમાં મોત થતાં પત્ની આઘાતમાં સરી પડી છે. હાલ પરિવારના સભ્યો કરણજીતના મૃતદેહને લેવા દેહરાદુન જવા રવાના થયા છે.


પાલિતાણાના યુવકનું મોત થતા રડતાં રડતાં તેના કાકાએ કહ્યું કે, '2 દીકરા ચારધામની યાત્રાએ ગયા હતા, કાલે ફોન આવ્યો કે તમારા દીકરા જે બસમાં હતા તે ખાઈમાં પડી ગઈ છે'.



કેવી રીતે સર્જાયો હતો અકસ્માત 
મળતી માહિતી મુજબ, બસ નંબર (uk 07 8585) 35 યાત્રીઓને લઈને ગંગોત્રીથી ઉત્તરકાશી તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ મનેરી પોલીસ સ્ટેશન, એસડીઆરએફ અને એનડીઆરએફ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. થોડીવારમાં ડીએમ અભિષેક રુહેલા અને એસપી અર્પણ યદુવંશી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી સાંજ સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 28 ઈજાગસ્તોને ખીણમાંથી બહાર કાઢીને હોસ્પિલટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 


ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો, શિવભક્તો માટે રહસ્યમયી સવાલનો આ રહ્યો જવાબ