Ambalal Patel Monsoon Prediction : આજથી 7 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓ છે એલર્ટ પર

Gujarat Weather Forecast : આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાશે,,, એક વરસાદી ટ્રફ સક્રિય છે જેની અસર 22 ઓગસ્ટ સુધી રહશે,,, 25થી 26 ઓગસ્ટ સુધીમાં એક વરસાદી સિસ્ટમ બનશે,,, આ વરસાદી સિસ્ટમની અસર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી રહશે,,, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી...

Ambalal Patel Monsoon Prediction : આજથી 7 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓ છે એલર્ટ પર

Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી ગયો છે. ગુજરાતમાં હજુ પણ 24 કલાક મધ્યમથી હળવા વરસાદની હવામાનની આગાહી છે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાશે. એક વરસાદી ટ્રફ ગુજરાતામં સક્રિય બની છે જેની અસર 22 ઓગસ્ટ સુધી રહેશે. 25થી 26 ઓગસ્ટ સુધીમાં એક વરસાદી સિસ્ટમ બનશે. આ વરસાદી સિસ્ટમની અસર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી રહેશે. જેની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. 

બંગાળની ખાડીમા બનેલું લોપ્રેશર મધ્ય પ્રદેશ સુધી પહોંચી ગયું છે અને હવે તે ઉતર તરફ ગતિ કરશે. જેના કારણે ગુજરાત ઉપર 700 HP ના મીડ લેવલ પર સીયર ઝોન સર્જાયો છે. તેના કારણે તારીખ 20, 21 અને 22 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે. 

તારીખ મુજબ વરસાદની આગાહી

21 ઓગસ્ટ
દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ આવશે.

22 ઓગસ્ટ
પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, વડોદરા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે હળવો વરસાદ

23 ઓગસ્ટ
મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી. જુનાગઢ, ગીર સોમનાથ, દીવમાં વરસાદ

24 ઓગસ્ટ
સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. તો જુનાગઢ, ગીર, સોમનાથ, દીવમાં હળવા વરસાદની આગાહી

25 ઓગસ્ટ
દમણ, દાદરાનગર હવેલી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી. પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવો વરસાદ

26 ઓગસ્ટ
દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. તો પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

27 ઓગસ્ટ
દમણ, પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે હળવો વરસાદ 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ નોંધાશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ નોંધાશે. અમદાવાદ, ગાંધીનગર,પંચમહાલ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા,અરવલ્લી, પાટણ, મેહસાણામાં ભારે વરસાદની સંભાવના છે. હવે બંગાળનું ઉપસાગર સક્રિય થયું છે. હવે રાજ્ય તરફ એક બાદ એક વરસાદી સિસ્ટમ આવશે. હાલ એક વરસાદી ટ્રફ સક્રિય છે જેની અસર 22 ઓગસ્ટ સુધી રહેશે. તો 25 થી 26 ઓગસ્ટ સુધીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. આ વરસાદી સિસ્ટમ ભારે હશે. જે બંગાળની ખાડીમાં વિવિધ વરસાદી સિસ્ટમ આકાર પામશે. એક વોલ માર્ક લો પ્રેશર અને ટ્રીપીકલ સ્ટ્રોમ બનશે. આ વરસાદી સિસ્ટમથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી છે. તો દાહોદ, ગોધરા, પંચમહાલ, સાપુતારામાં અતિભારે વરસાદ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news