આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદ(Ahmedabad) માં આવેલા GMDC મેદાન ખાતે આજે ઉત્તરાખંડના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. રોજગારી માટે અમદાવાદ આવેલા અને લોકડાઉનમાં ફસાયેલા 1 હજારથી વધુ લોકો ભેગા થયા હતા. તમામ લોકોને GMDC મેદાન ખાતેથી બસના માધ્યમથી રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. તો સાથે જ જે લોકો પાસે વતન પરત ફરવાની જરૂરી મંજૂરી નથી તેવા લોકોને અલગ કરવામાં આવી રહ્યા છે. વતન પરત ફરવાની મંજૂરી ન મળી હોય એવા લોકો પણ GMDC મેદાન ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા છે. વતન પરત ફરવા અંગેની મંજૂરીનો મેસેજ હોય તેવા લોકોને રોકવવા અને હજુ મંજૂરી ન મળી હોય તેવા લોકોને પોલીસ દ્વારા ઘરે પરત ફરવા અપીલ કરાઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"263867","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"uttarakhand_migrants_3_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"uttarakhand_migrants_3_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"uttarakhand_migrants_3_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"uttarakhand_migrants_3_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"uttarakhand_migrants_3_zee.jpg","title":"uttarakhand_migrants_3_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડથી પરપ્રાંતિયો માટે જવા બસો વિવિધ રાજ્યોમાં જવા માટે રવાના કરવામાં આવી રહી છે. ગઈકાલે રાજસ્થાન જવા માટે બસો મોકલવામાં આવી હતી. અમદાવાદમાં આવેલા GMDC મેદાનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે અમદાવાદમાં આવેલા અને હવે વતન પરત ફરવા માગતા લોકો અહી ગ્રાઉન્ડ પર એકઠા થયા હતા. ગઈકાલે GMDC મેદાનમાંથી બે બસો રાજસ્થાન મોકલવામાં આવી  હતી. 


[[{"fid":"263868","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"uttarakhand_migrants_4_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"uttarakhand_migrants_4_zee.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"uttarakhand_migrants_4_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"uttarakhand_migrants_4_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"uttarakhand_migrants_4_zee.jpg","title":"uttarakhand_migrants_4_zee.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


લોકડાઉન બાદ અકળાયેલા પરપ્રાંતિયો વતન જવાની જીદે ચઢ્યા છે. અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રહે છે, જેઓ વતન જવા ઈચ્છી રહ્યાં છે. આ હેતુથી તેઓ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પોતાનો બધો સામાન લઈને પહોંચી ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર