• અમદાવાદના સાઉથ વેસ્ટ ઝોનમાં તપન હોસ્પિટલ ખાતે રસીકરણ કેન્દ્રની મંજૂરી આપવામાં આવી છે. જેમાં દરરોજ 100 જેટલા લોકોને રસી આપવામાં આવી રહી છે. તો આવો જાણીએ કે રસી લેનારના અનુભવો શું કહે છે.


ઉદય રંજન/અમદાવાદ :દેશ અને દુનિયા કારોનાના કારણે ત્રાહિમામ છે. ત્યારે ભારતના વૈજ્ઞાનિકોએ કોરોનાની રસી (corona vaccine) શોધી છે. આ એક રાહતના સમાચાર છે. હાલમાં ભારતભરમાં રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં રસી આપવામાં આવી રહી છે. ત્યારે પ્રથમ તબક્કામાં કોરોનામાં પ્રથમ હરોળમાં કામ કરનાર કોરોના વોરિયર્સને રસી (vaccination) આપવામાં આવી રહી છે. જેમાં ડોક્ટર સહિતના હોસ્પિલ સ્ટાફ અને રસી આપવામાં આવી રહી છે. જેમાં અમદાવાદના સાઉથ વેસ્ટ ઝોનમાં તપન હોસ્પિટલ ખાતે રસીકરણ કેન્દ્રની મંજૂરી આપવામાં આવી છે. જેમાં દરરોજ 100 જેટલા લોકોને રસી આપવામાં આવી રહી છે. તો આવો જાણીએ કે રસી લેનારના અનુભવો શું કહે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMC હેલ્થની વિદ્યાર્થીની માનસી પટેલ કહે છે કે, હું અહીંયા કોવિડની રસી લેવા માટે આવી છું. કોલેજમાંથી લિંક મોકલાઈ હતી અને જેમાં મેં નામ રજિસ્ટર્ડ કરાવ્યું હતું. આ રસી ( corona vaccine ) બધાએ લેવી જોઈએ તેની કોઈ આડઅસર નથી. તો એએમસીના ડેન્ટીસ્ટ ડો. પારુલ પટેલ કહે છે કે, હું પણ અહીંયા કોવિડની રસી લેવામાંથી આવી છું. મને રસી લીધા બાદ કોઈ જ દર્દ નથી અને કોઈ આડઅસર નથી. એકદમ સારી રીતે મેં કોવિડની રસી લીધી છે. તેમનું કહેવું છે કે, દરેક વ્યક્તિએ રસી લેવી જોઈએ  અને રસીકરણ ( vaccination ) ના આ કાર્યક્રમને આગળ વધારવો જોઈએ.  



તો ડૉ અર્પી પટેલ કહે છે કે, કોઈ પણ દર્દ વગર મને રસી આપવામાં આવી છે. મને કોઈ પણ આડઅસર નથી અને કોઈએ ડરવાની જરૂર નથી. દરેકે કોવિડની રસી લેવી જોઈએ. હું રસી લીધા પછી અહીંયા બેઠી છું અને કોઈ જ આડઅસર હજુ સુધી મને થઈ નથી.