હિતલ પારેખ/ ગાંધીનગર: 18 થી 44 વર્ષની વય જુથના યુવાનોના વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 23,63,254 યુવાનોએ કોવિડ વેક્સીન લઈ લીધી છે. આજે એક જ દિવસમાં 2,63,507 યુવાનોએ વેક્સીન લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને નિયંત્રણમાં લાવવા વધુમાં વધુ યુવાનો ઝડપથી વેક્સીન લે એવી વ્યવસ્થા કરવા તંત્રને આદેશો આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, યુવાનોને વિનામૂલ્યે આપવા પૂરતું નાણાંકીય આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં યુવાનોના વિનામૂલ્યે વેક્સીનેશન માટે રાજ્ય સરકારે રૂપિયા 93.15 કરોડનો ખર્ચ કર્યો છે અને આવનારા દિવસોમાં ગુજરાતને જરૂરી માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થાય એ રીતે સમયબદ્ધ આયોજન કરીને વેક્સીન ઉત્પાદકોને વેક્સીનના 3 કરોડ ડોઝનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- 'સ્ટેટ એક્શન પ્લાન ઑન કલાઈમેટ ચેન્જ' લોન્ચ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય


સમગ્ર દેશમાં ગુજરાત વેક્સીનેશન માટે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે. તા. 1 મેથી જ 18 થી 44 વર્ષની વય જૂથમાં વેક્સીનેશનનો આરંભ કરનાર ગુજરાતમાં અત્યાર સુધીમાં 23 લાખથી વધુ યુવાનોનું વેક્સીનેશન કરાયું છે. રસીકરણમાં વેગ આવે એ હેતુથી તા. 4 જૂનથી તમામ જિલ્લાઓમાં યુવાનોના વેક્સીનેશનની શરૂઆત કરવામાં આવી છે. તા. 4 જૂને રાજ્યમાં 1,92,692 યુવાનોએ વેક્સીન લીધી, તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં 81,459 યુવાનોએ વેક્સીન લીધી. જ્યારે જિલ્લાઓમાં 1,11,233 યુવાનોએ વેક્સીન લીધી છે.


આ પણ વાંચો:- અમદાવાદમાં શરૂ થઈ રહી છે AMTS અને BRTS બસો, આ નિયમનું પાલન નહીં કરો તો...


આજે તા. 5 જૂને એક દિવસમાં ગુજરાતમાં 2,63,507 યુવાનોએ વેક્સીન લીધી છે. તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં 79,896 યુવાનોએ વેક્સીન લીધી, જ્યારે જિલ્લાઓમાં 1,98,123 યુવાનોએ વેક્સીન લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube