અમદાવાદમાં શરૂ થઈ રહી છે AMTS અને BRTS બસો, આ નિયમનું પાલન નહીં કરો તો...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવારથી અમદાવાદ શહેરમાં AMTS અને BRTS બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને કારણે ગત માર્ચ મહિનામાં આ બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવારથી અમદાવાદ શહેરમાં AMTS અને BRTS બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને કારણે ગત માર્ચ મહિનામાં આ બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. છેલ્લા 3 મહિનાથી બંધ બસ સેવાઓ પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ બસ સેવા સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવશે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરવા તેમજ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં કોરોના ગાઈડલાઈનનું કડક પાલન, શેહરમાં AMTS અને BRTS બસ સેવા બંધ, રાત્રી કર્ફ્યૂ, મીની લોકડાઉન જેવા મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જો કે, રાજ્યમાં ફરી કોરોના કેસમાં ઘટાડો નોંધાતા સરકાર દ્વારા લોકોને થોડી રાહત આપવામાં આવી છે.
ત્યારે ગત માર્ચ મહિનામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો હતો અને આ સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે હાલ કોરોના કેસમાં સતત ઘટાડો થતા સોમવારથી અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 મહિનાથી બંધ બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- દીકરીના સાસરીવાળાનો દુશ્મન બન્યો પિતા, લગ્નના 2 વર્ષ બાદ કર્યું આ કામ; જાણો શું છે સમગ્ર મામલો
જો કે, આ મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભભાઈ પેટલે જણાવ્યું હતું કે, BRTS અને AMTS ક્યારે શરૂ થશે એ સવાલ સૌને હતો. ત્યારે અમે સોમવારે એટલે કે 7 જૂન 2021 થી 50 ટકા બસો શરૂ કરીશું. આ બસોમાં 50 ટકા મુસાફરોને બસમાં બેસાડવામાં આવશે. બસનો સ્ટાફ તેમજ વિજિલન્સના કર્મચારીઓ મળીને ગાઈડલાઈનનું પાલન કરાવીશું. હાલ બસમાં લોકો બેસતાં નથી, કોરોનાના ડરને કારણે આ સ્થિતિ પેદા થઈ છે.
આ પણ વાંચો:- Jamnagar: ટ્રક અને બોલેરો પીકઅપ વાહન વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના મોત અને ચારને ગંભીર ઈજા
બધા ટર્મિનલ પર ગનથી ટેમ્પરેચર ચકાસણી, માસ્ક ફરજિયાત રહેશે. બસમાં મુસાફરો વધે તો લોકોને સમજાવીશું. સોમવારે હાલ જે બસની કુલ સંખ્યા છે તેની 50 ટકા બસ તમામ રૂટ પર શરૂ થશે. બસ સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઈએ, કોઈ કર્મચારી જો થૂંકતા કે માસ્ક વગર પકડાશે તો રૂપિયા 200 નો દંડ વસુલવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે