Vadodara News : શહેરના નવાપુરા વિસ્તારમાં બન્યો માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. હિંચકા ઉપર રમી રહેલ 10 વર્ષના કિશોરનું ટાઈ હૂકમાં ફસાતા કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. પરિવાર એક સામાજિક પ્રસંગમાંથી પરત આવ્યો અને કિશોર હીંચકા ઉપર રમતો હતો. ત્યારે ટાંઈ હિંચકાના હુંકમાં ફસાઈ જતા કિશોરને ગળે ટૂંપો આવી ગયો હતો. કિશોરને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા મોત નિપજ્યું હતું. દુખદ બાબત એ છે કે, પટેલ પરિવારમાં વર્ષો પછી પુત્રનો જન્મ થયો હતો. એકના એક પુત્રનું અકાળે મોત નિપજતા પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા લક્ષ્મી ફ્લેટમાં રહેતા 10 વર્ષીય કિશોર ગતરોજ હિંચકા પર બેસીને હિંચકો ખાઈ રહ્યો હતો. તે દરમિયાન તેના ગળામાં રહેલ કાપડની ટાઈ હિંચકાના કડામાં ફસાઈ જતા બેભાન થયો હતો. ત્યારબાદ તેને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. 


વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી લક્ષ્મી ફ્લેટમાં રહેતા ધરમભાઇ પટેલનો દસ વર્ષીય દીકરો રચિત રાત્રિના 8:00 વાગ્યા દરમિયાન ઘરમાં હિંચકો ખાતો હતો. તે દરમિયાન ગળામાં કાપડની ટાઈ પહેરેલી હતી. જે હીંચકાના કડામાં ફસાઈ જતા બેભાન થયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે તેને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવને લઈ હાલમાં સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.


બિલ્ડરોના લોચા સામે આવતા રેરાએ લાગુ કર્યો નવો નિયમ, હવેથી સ્કીમમાં આટલું કરવું પડશે


ગુજરાતના આ શહેરમાં ટ્રાફિકના કાયદા બન્યા કડક, નિયમ તોડ્યો સીધી પોલીસ ફરિયાદ થશે