રવિ અગ્રવાલ/વડોદરા : ટ્રેનોમાં ચોરીના બનાવો નવા નથી. મુસાફરોની બેગથી લઈને મોબાઈલ સુધીની અનેક વસ્તુઓની ચોરી થતી રહે છે. પરંતુ મુસાફરોના ચોરાયેલા મોબાઈલ મામલે વડોદરા રેલવે પોલીસે મોટી કામગીરી કરી છે. જેમાં રેલવે પોલીસે ત્રણ મહિનાના ગાળામાં જ 350થી વધુ મોબાઈલને ટ્રેસ કરીને મુસાફરોને પરત કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા રેલવે પોલીસે રાજ્યના વિવિધ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારો અને ટ્રેનોમાંથી ચોરી થતાં કે ગુમ થતા મોબાઈલને શોધવા છેલ્લા ત્રણ માસથી ડ્રાઈવ શરૂ કરી હતી. આ ડ્રાઈવમાં 25થી વધુ ટીમો બનાવી રેલવે પોલીસે મોબાઈલ શોધવા માટે કાર્યવાહી કરી હતી. રેલવે પોલીસે ત્રણ માસમાં જ 350થી વધુ મોબાઈલો ટેકનિકલ સોર્સથી ડિટેકટ કરી શોધી કાઢયા છે. તેમણે સીધા જ ફરિયાદીઓનો સંપર્ક કરી તેમની પાસેથી મોબાઈલ માલિકીના પુરાવા ચકાસી તેમને મોબાઈલ સુપરત કર્યા છે. 


[[{"fid":"203158","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Railway.jpg","field_file_image_title_text[und][0][value]":"Railway.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Railway.jpg","field_file_image_title_text[und][0][value]":"Railway.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Railway.jpg","title":"Railway.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


રેલવે પોલીસે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને વેસ્ટ બંગાળમાંથી 350 જેટલા મોબાઈલ ડિટેક્ટ કર્યા છે. રેલવે પોલીસ એસપી આર.જે. પારગીએ તેમની કચેરીમાં જ ફરિયાદીઓને બોલાવી મોબાઈલ પાછા આપ્યા હતા. પોલીસે અંદાજિત 17 લાખની કિંમતના 217 મોબાઈલ રીકવર કરી ફરિયાદીઓને પાછા આપવાની કવાયત શરૂ કરી છે. રેલવે પોલીસનો ફરિયાદીઓને મોબાઈલ સીધા જ હાથમાં પાછા આપવાનો ઉદ્દેશ એ છે કે, ફરિયાદીઓને કોર્ટના ધકકા ખાવા ન પડે. રેલવે એસપી આર.જે. પારગીએ કહ્યું કે, કાયદાના દાયરામાં ફરિયાદીઓને મુશ્કેલી ન પડે કે કોર્ટના ધક્કા ખાવા ન પડે તે હેતુથી મોબાઈલ પરત કર્યા છે.