હાર્દિક પટેલ/ વડોદરા : વડોદરામાં કોર્ટ દ્વારા એક પાણીપુરીને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત 1 વર્ષની જેલની પણ સજા ફટકારી હતી. વડોદરાના ખ્યાતનામ પાણીપુરીને માતબર રકમનો દંડ અને 1 વર્ષની સજા પણ થઇ હતી. વડોદરાની કોર્ટે રાજસ્થાન પાણીપુરીના માલિક દિનેશ શર્માને સજા ફટકારી હતી. રૂપિયા લીધા બાદ પરત નહી આપવાનું મોંઘુ પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન આઇસ્ક્રીમ ખુબ જ ખ્યાતનામ છે. વડોદરામાં તે સારી શાખ ધરાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડાંગ જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોની વિકટ સ્થિતી, ખેડૂતો માટે મુશ્કેલ પરિસ્થિતી


ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજસ્થાન પાણીપુરી અને રાજસ્થાન આઇસ્ક્રીમના માલિકે પોતાનાં એક મિત્ર પાસેથી 7 લાખથી વધારેની રકમ ધંધો આગળ વધારવા માટે લીધી હતી. જેની સામે તેમણે તેટલી જ રકમના ચેક પણ આપ્યા હતા. જેમાં તેઓએ તારીખ પણ નાખી હતી કે આ તારીખે તમે પૈસા જમા કરાવશો એટલે તમને તમારા પૈસા પરત મળી જશે. જો કે તે ચેક જમા કરાવતા તમામ ચેક બાઉન્સ થયા હતા. જેથી નાણા આપનારા મિત્રએ રાજસ્થાન આઇસ્ક્રીમના માલિકને જણાવ્યું હતું. તમારા તમામ ચેક બાઉન્સ થયા છે. મારા નાણા પરત કરો. જો કે રાજસ્થાન પાણીપુરીના માલિક દિનેશ શર્માએ નાણા પરત આપવાના બદલ ગલ્લા તલ્લા કરવાનું ચાલુ કર્યું હતું. 


ધારાસભ્ય વિધાનસભામાં હતા કે લૂંટ કરી રહ્યા હતા? કોંગ્રેસી ધારાસભ્ય સામે લૂંટ અને મારામારીની ફરિયાદ દાખલ


જેના પગલે નાણા આપનારા વ્યક્તિએ વડોદરાની કોર્ટમાં રાજસ્થાન પાણીપુરીના માલિક દિનેશ શર્મા વિરુદ્ધ નોટિસ ફટકારી હતી. આ કેસ ચાલ્યા બાદ હવે કોર્ટ દ્વારા તેને સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જેના કારણે હવે વેપારીને ગોટાળો કરવાનું મોંઘુ પડ્યું છે. ચેક બાઉન્સ થવાના કેસમાં આકરો દંડ થયો આ ઉપરાંત 1 વર્ષની સજા પણ ફટકારવામાં આવી છે. સચિન તેંડુલકર સહિતનાં અનેક હસ્તીઓ પણ અહીં પાણીપુરી ખાઈ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube