વડોદરાઃ વડોદરાના ગાજરાવાડીમાં આવેલા એક મકાનમાં ગેસનો બાટલો ફાટવાની ઘટના બની છે. ગેસના બાટલામાં બ્લાસ્ટ થતાં એક બાળક સહિત ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરનો સામાન ખાક થયો
પ્રાપ્ત વિગત અનુસાર ગાજરાવાડીમાં આવેલા એક મકાનમાં અચાનક ગેસ સિલિન્ડરમાં ધડાકો થયો હતો. બાટકો ફાટવાની સાથે ઘરમાં રહેલો સામાન બળી ગયો હતો. તો સાથે ચાર લોકો દાધી પણ ગયા છે. આગની જાણકારી મળતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ ક્યા કારણે લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી. 


આ પણ વાંચોઃ વડોદરા કોંગ્રેસમાં જૂથબંધી, ભાવિક અમીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લગાવ્યા આરોપ  


દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓ
આ દુર્ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં વિકિભાઈ પટેલ, જ્યોતિબેન પટેલ, બાળક વૃતાંષ પટેલ અને ઘરે લગ્નની કંકોત્રી આપવા આવેલી ભારતી લિંબાચિયા પણ દાઝી ગઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube