વડોદરા કોંગ્રેસમાં જૂથબંધી, ભાવિક અમીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લગાવ્યા આરોપ

વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે જૂથબંધીનો વિવાદ સોશિયલ મીડિયા પર પહોંચી ગયો છે. ભાવિક અમીને ફેસબુક પર પોસ્ટ કરીને મૌલિન વૈષ્ણવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

વડોદરા કોંગ્રેસમાં જૂથબંધી, ભાવિક અમીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લગાવ્યા આરોપ

રવિ અગ્રવાલ, વડોદરાઃ ગુજરાતની સત્તામાં વર્ષોથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટીમાં વારેવારે જૂથબંધીના સમાચારો સામે આવતા રહે છે. ત્યારે ફરી વડોદરામાં જૂથબંધીનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા ભાવિક અમીને ફેસબુક પર એક સાથે ત્રણ પોસ્ટ કરીને ધડાકો કર્યો છે. 

આમને-સામને કોંગ્રેસ નેતા
વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે જૂથબંધીનો વિવાદ સોશિયલ મીડિયા પર પહોંચી ગયો છે. ભાવિક અમીને ફેસબુક પર પોસ્ટ કરીને મૌલિન વૈષ્ણવ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અમીને ફેસબુક પર આરોપ લગાવ્યો કે, વડોદરામાં જ્યાં સુધી મૌલિન વૈષ્ણવ છે, ત્યાં સુધી ભાજપની સત્તા રહેવાની છે. 

No description available.

No description available.

જૂથબંધીથી કોંગ્રેસને થાય છે નુકસાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી લઈને રાજ્યની સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ જૂથબંધીને લઈને અનેકવાર નુકસાન ભોગવી ચુકી છે. ત્યારે વડોદરામાં ફરી કોંગ્રેસના નેતાઓ વચ્ચે શરૂ થયેલી જૂથબંધી લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. 

ભાવિક અમીને પોતાની પોસ્ટમાં કહ્યું કે, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખમાં મારા વ્યક્તિને બેસાડવાની ગોઠવણ થઈ છે. તેણે કહ્યું કે, કોંગ્રેસમાં અનેક રાજીનામા પડી શકે છે. આ સાથે અમીને ફેસબુક પોસ્ટમાં સવાલ કર્યો કે શું આગામી સમયમાં વડોદરા વિપક્ષ મુક્ત બનશે? આ વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ પહેલાં જૂથબંધીની ઘટનાઓથી કોંગ્રેસ પાર્ટીને નુકસાન થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news