વડોદરા : ટુ વ્હીલરની લોનનો EMI લેવા માટે ગયેલા IDFC બેંકના બે કલેક્શન એક્ઝિક્યુટિવ પર લેણદાર અને તેના સાગરિતો દ્વારા ગુપ્તીથી હુમલો કરવામાં આવ્યો હતો. મેમણ કોલોનીમાં બનેલા આ બનાવમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંન્ને યુવાનોને સયાજી ગંજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona નો કહેર : દક્ષિણ ગુજરાતમાં એક સાથે બે સહકારી ક્ષેત્રના દિગ્ગજોનાં મોત

શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલા કમાટીપુરામાં રહેતા સિરાજભાઇ મજીદભાઇ ડબગર અને તેમનો મિત્ર અબ્બાસભાઇ IDFC બેંકમાં છેલ્લા 4 વર્ષથી લોનનાં નાણા કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. આજે સવારે 11 વાગ્યે આસપાસ તેઓ મેમણ કોલોનીમાં ટુ વ્હીલર લોનનાં EMI લેવા માટે સન્ની મેમણ નામનાં લેણદારને બોલાવ્યો હતો. જ્યાં તેમના સાગરીતોએ મળીને લોનનો બાકી હપ્તો લેવા માટે ગયેલા બે કલેક્શન એક્ઝિક્યુટિવ પર ગુપ્તીથી હુમલો કર્યો હતો. 


સ્ફોટક ખુલાસો, કોવિડ કેર ઉભું કરવા શ્રેય હોસ્પિટલ પર તંત્ર દ્વારા દબાણ કરાયું હતું

ઇજાગ્રસ્ત સિરાજ ભાઇ ડબગરના મિત્ર આકાશભાઇએ જણાવ્યું કે, સન્ની મેમણ પાસે ટુ વ્હીલર લોનાં બાકી રહેતા 10 હજાર રૂપિયા લેવાના હતા. જો કે વારંવાર ફોન કરવા છતા તેઓ બાકી નાણાની ચુકવણી કરતા નહતો. આખરે તેના ઘરે જતા બંન્ને એક્ઝિક્યુટીવ પર છરી વડે હુમલો કરતા બંન્નેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે આ 2 પૈકી એક યુવાનની સ્થિતી ગંભીર છે. ઘટના અંગે માહિતી મળતા પાણીગેટ પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર