વડોદરા: શહેરના કારેલીબાગ ખાતે આવેલા વુડા સર્કલ નજીક રેતી ભરીને બેભામ સ્પીડથઇ જઇ રહેલા ડમ્પરે એક સાયકલ સવાર યુવતીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મૃતક યુવતી પોતાનું આધારકાર્ડ કાઢીને ઘરે જઇ રહી હતી. ત્યારે દુર્ઘટના બની હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાનું ડમ્પર ઘટના સ્થળે મુકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માત બાદ લોકોના ટોળા એકઠા થયા હતા. બેફામ સ્પીડે જતા ટ્રક અને ડમ્પર સામે રોષ જોવા મળી રહ્યો હતો. પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમણી બાજુ સુંઢ સાથે વિરાજમાન ગણેશ ભગવાનનું ગુજરાતનું એક માત્ર મંદિર, જાણો રસપ્રદ ઈતિહાસ

વડોદરા શહેરના નવાયાર્ડમાં રહેતા ધર્મિષ્ઠા બહેન પરમાર (ઉ.વ 22) પોતાની સાયકલ લઇને કારેલીબાગના વુડા સર્કલ નજીકથી પસાર થઇ રહી હતી. આ દરમિયાન પુરપાટ ઝડપે પસાર થયેલા રેતી ભરેલા ડમ્પરે સાયકલ સવાર યુવતીને અડફેટે લીધી હતી. જેના પગલે ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. ડમ્પરની અડફેટે સાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ડ્રાઇવર ઘટના બાદ ડમ્પરને ઘટના સ્થળે જ છોડીને ફરાર થઇ ગયો હતો. જો કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 


AAP ના નેતાને મહિલાએ કહ્યું નોકરી જોઇએ છે, પછી ગાડીમાં થઇ મુલાકાત અને સવારે મૃતદેહ મળી આવ્યો...

ઘટના અંગે જાણ થતા ધર્મિષ્ઠા બેન પરમારના પરિવારને જાણ થતા સ્થળ પર રોકકળ કરી મુકી હતી. પરિવાર દ્વારા શહેરમાંથીપસાર થતા ભારે વાહનો માટે તંત્રને જવાબદાર ઠેરવી રોષ ઠાલવ્યો હતો. અકસ્માત બાદ ટ્રાફીકથી ધમધમતા વુડા સર્કલ પર ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો. ઘટના અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube